Home> India
Advertisement
Prev
Next

Hanuman Janmotsav: અહીં મુસ્લિમોએ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર ફૂલોનો કર્યો વરસાદ

Muslims Shower Flower Petals On Devotees: એકબાજુ જ્યાં દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે નીકળેલા જૂલૂસ પર પથ્થર ફેંકાયા ત્યાં બીજી બાજુ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સામાજિક સદભાવની અનોખી મિસાલ જોવા મળી.

Hanuman Janmotsav: અહીં મુસ્લિમોએ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર ફૂલોનો કર્યો વરસાદ

Muslims Shower Flower Petals On Devotees: એકબાજુ જ્યાં દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે નીકળેલી શોભાયાત્રા પર પથ્થર ફેંકાયા ત્યાં બીજી બાજુ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સામાજિક સદભાવની અનોખી મિસાલ જોવા મળી. ભોપાલમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હનુમાન જન્મોત્સવના અવસર પર કાઢવામાં આવેલી શોભાયાત્રા પર ફૂલ વરસાવ્યા. 

અત્રે જણાવવાનું કે ભોપાલમાં રસ્તાઓ પર જ્યારે હનુમાન જન્મોત્સવનું જૂલૂસ નીકળ્યું તો ત્યાં હાજર મુસ્લિમ સમુદાયના લોકોએ તેનું સ્વાગત કર્યું અને તેના પર ફૂલ વરસાવ્યા. 

દિલ્હીમાં હિંસા
અત્રે જણાવવાનું કે શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં હિસા થઈ  હતી. હનુમાન જન્મોત્સવના અવસરે જૂલૂસ નીકળ્યું હતું ત્યારે અન્ય સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો અને ત્યારબાદ હિંસા ભડકી ઉઠી. હિંસામાં 9 લોકો ઘાયલ થયા છે. જેમાં 8 પોલીસકર્મી સામેલ છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. જહાંગીરપુરી હિંસાની તપાસ માટે પોલીસે 10 ટીમ બનાવી છે. 

આવો જ એક મામલો આંધ્ર પ્રદેશના કુરનુલમાં સામે આવ્યો છે. જ્યાં શનિવારે હનુમાન જન્મોત્સવ પર કાઢવામાં આવેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા. પોલીસે કડક કાર્યવાહી કરતા 20 લોકોની અટકાયત કરી છે. તેમની હાલ પૂછપરછ ચાલુ છે. 

હનુમાન જન્મોત્સવ પર થયેલી હિંસાને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ તિવારીએ સમજી વિચારીને રચાયેલું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે પોલીસ પાસે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. જ્યારે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે પથ્થરબાજીની ઘટનાની નિંદા કરી. તેમણે કહ્યું કે આવું કરનારા દિલ્હીમાં રહેવાને લાયક નથી. દોષિતોને કડક સજા મળશે. 

Jahangirpuri Violence: હિંસા બાદ ભારે પોલીસફોર્સ તૈનાત, જાણો 25 મોટા અપડેટ

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યાનો હાથ? ભાજપે લગાવ્યો આરોપ

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More