Home> India
Advertisement
Prev
Next

Jahangirpuri Violence: 'પુષ્પા'ની સ્ટાઈલ મારતા આરોપી અંસારનું ચોંકાવનારું બંગાળ કનેક્શન આવ્યું સામે

દિલ્હીના જહાંગીરપુરીમાં હિસા બાદ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સતત આરોપીઓની ધરપકડ થઈ રહી છે. આ હિંસા પાછળ કોણ કોણ છે તેની ભાળ મેળવવા માટે દિલહી પોલીસની અનેક ટીમો સતત કામ કરી રહી છે. 

Jahangirpuri Violence: 'પુષ્પા'ની સ્ટાઈલ મારતા આરોપી અંસારનું ચોંકાવનારું બંગાળ કનેક્શન આવ્યું સામે

Jahangirpuri Violence today Update: દિલ્હીના જહાંગીરપુરીમાં હિસા બાદ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સતત આરોપીઓની ધરપકડ થઈ રહી છે. આ હિંસા પાછળ કોણ કોણ છે તેની ભાળ મેળવવા માટે દિલહી પોલીસની અનેક ટીમો સતત કામ કરી રહી છે. 

મોટો ખુલાસો
જહાંગીરપુરી હિંસાની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે શનિવારે જ્યારે શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે તે દરમિયાન જહાંગીરપુરીની સી બ્લોકની મસ્જિદ ઉપર મસ્જિદના ઈમામ અને અન્ય લોકો ઊભા હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈમામે જ આરોપી અંસારને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ અંસાર પોતાના 4-5 સાથીઓ સાથે મસ્જિદ બહાર પહોંચ્યો અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો સાથે ઝઘડવા લાગ્યો હતો. 

જહાંગીરપુરી હિંસા મામલે દિલ્હી પોલીસની ટીમે પશ્ચિમ બંગાળ પોલીસનો પણ સંપર્ક કર્યો છે. હકીકતમાં આ હિંસાના મુખ્ય આરોપી અંસારનું ઘર પશ્ચિમ બંગાળના હલ્દિયામાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોરોનાકાળમાં અસાર હલ્દિયામાં જ હતો. આ બાજુ જહાંગીરપુરી હિંસાના આરોપી સોનુ ઉર્ફે યુનુસને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. દિલ્હી પોલીસનું કહેવું છેકે આજની સુનાવણીમાં આરોપીની પોલીસ કસ્ટડી માંગવામાં આવશે કારણકે તેની પાસેથી જે હથિયાર મળ્યું છે તેની ડિટેલ લેવાની છે કે આ બંદૂક તેને કોણે અપાવી હતી. 

દિલ્હી પોલીસ પાસે લોકલ ઈનપુટ હતું કે જહાંગીરપુરીમાં થયેલી હિંસા દરમિયાન જે હથિયારોથી ગોળીઓ ધણધણી હતી તેત્યાંના લોકલ બદમાશોએ જ સપ્લાય કર્યા હતા. અસલમે આ વાતનો ઉલ્લેખ પૂછપરછમાં કર્યો છે કે એક લોકલ બદમાશ ગુલ્લીએ તેને બંદૂક આપીને કહ્યું હતું કે હિંસા થાય તો  ગોળી છોડી દેજે. 

આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની 20 ટીમો અલગ અલગ ઠેકાણે રેડ પાડીને એવા લોકોની ધરપકડ કરી રહી છે જેમના ચહેરા દિલ્હી પોલીસને તમામ વીડિયોમાં મળ્યા હતા અને દિલ્હી પોલીસના લોકલ ઈનપુટના આધારે હિંસામાં સામેલ બદમાશો અંગે જાણકારી મળી રહી છે તેઓ ત્યાંથી હાલ ફરાર છે અને તેમને પણ પકડવાની કોશિશો ચાલુ છે. 

અત્યાર સુધીમાં આટલા લોકો પકડાયા
આ મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં એક મહિલા સહિત 24 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં બે સગીરો પણ દિલ્હી પોલીસના હાથે ચડ્યા છે. જે ઘટનાના દિવસે ખુબ એક્ટિવ હતા. આ ઉપરાંત સોમવારે ક્રાઈમ બ્રાન્ચે 8 લોકોની અટકાયત કરી હતી જેમની હાલ પૂછપરછ ચાલુ છે. જહાંગીરપુરી હિંસાના એક અન્ય આરોપી મોહમ્મદ અંસાર વિશે મોટો ખુલાસો થયો છે. હકીકતમાં પોતાને વ્યવસાયે કબાડીવાળો ગણાવતો આ વ્યક્તિ અમીરોની જેમ જિંદગી જીવતો હતો. 

દિલ્હીના જહાંગીરપુરીમાં સોમવારે એટલે કે 18 એપ્રિલના રોજ ફરીથી એકવાર પથ્થરમારાની ઘટના ઘટી હતી. દિલ્હી પોલીસ દ્વારા એક મહિલાને પૂછપરછ માટે લઈ જવા દરમિયાન પથ્થરમારો થયો. સ્થિતિ જોતા વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ એટલે કે આરએએફની સાથે ભારે પોલીસકર્મી પણ તૈનાત છે. 

જહાંગીરપુરી કુશળ ચોક સી બ્લોક અને બી બ્લોકના સમગ્ર વિસ્તારને હવે દિલ્હી પોલીસે સેક્ટરમાં વહેંચી દીધો છે. સેક્ટર હિસાબે દિલ્હી પોલીસની ફોર્સ ઠેર ઠેર તૈનાત છે. સોમવારે જે પ્રકારે દિલ્હી પોલીસની ટીમ પર પથ્થરમારો થયો હતો ત્યારબાદ અહીં પોલીસ ફોર્સ વધારવામાં આવી છે. આ કડીમાં પેરા મિલેટ્રી ફોર્સની વધારાની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે. 

Generic Medicines: આ રાજ્યના ડોક્ટરોએ જો બ્રાન્ડેડ દવાઓ લખી આપી તો થશે કાર્યવાહી

Loudspeaker Row: UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More