Home> India
Advertisement
Prev
Next

સાંસદ Ayodhya Rami Reddy ના Ramky Group પર આવકવેરા વિભાગના દરોડો, ઝડપાઈ રૂપિયા 300 કરોડની ટેક્સ ચોરી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના (Jagan Mohan Reddy) નજીકના સાંસદ અયોધ્યા રામી રેડ્ડીને (Ayodhya Rami Reddy) ઇનકમ ટેક્સ (Income Tax Department) ચોરીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે

સાંસદ Ayodhya Rami Reddy ના Ramky Group પર આવકવેરા વિભાગના દરોડો, ઝડપાઈ રૂપિયા 300 કરોડની ટેક્સ ચોરી

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના (Jagan Mohan Reddy) નજીકના સાંસદ અયોધ્યા રામી રેડ્ડીને (Ayodhya Rami Reddy) ઇનકમ ટેક્સ (Income Tax Department) ચોરીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. વિભાગે તેમને 300 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇનકમ ટેક્સે Ramky Group પર દરોડા પાડ્યા હતા અને 300 કરોડની ટેક્સ ચોરી પકડી હતી. Ramky Group ના ચેરમેન અયોધ્યા રામી રેડ્ડી (Ayodhya Rami Reddy) છે. તેઓ જગન મોહન રેડ્ડીની પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે.

આ પણ વાંચો:- અયોધ્યામાં દર્દનાક દુર્ઘટના, સરયુ સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબ્યા

વિભાગે 6 જુલાઈએ પાડ્યા હતા દરોડા
ઇનકમ ટેક્સ વિભાગે (Income Tax Department) 6 જુલાઈના ગ્રુપની 15 ઓફિસો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ગ્રુપે આવા ઘણા વ્યવહાર કર્યા છે, જેના માટે કોઈ હિસાબ નથી. આ ગ્રુપે સિંગાપોરની એક કંપનીને તેનો હિસ્સો પણ વેચી દીધો અને નોંધપાત્ર નફો કર્યો હતો.

આ પણ વાંચો:- દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂરીયાત, કેન્દ્ર સરકારે પગલાં ભરવા જોઈએ: દિલ્હી હાઇકોર્ટ

1200 કરોડની નકલી ખોટ બતાવી
વિભાગને એ પણ ખબર પડી કે ગ્રુપ દ્વારા ટેક્સ ચોરી માટે ઘણી નવી યોજનાઓ શરૂ કરી. આ સાથે, મોટી સંખ્યામાં શેર ખરીદ્યા અને વેચાયા. દરોડામાં મળેલા દસ્તાવેજોથી, તે ગ્રુપે લગભગ 1200 કરોડની નકલી ખોટ બતાવી હોવાનું બહાર આવ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર ગ્રુપ દ્વારા 288 કરોડ રૂપિયાની લોનની રકમનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:- ત્રીજી લહેર પહેલા Zika-Kappa નું જોખમ, છતાં ટુરિસ્ટ પ્લેસ પર ઉમટે છે લોકોની ભીડ

ઇનકમ ટેક્સ વિભાગે નિવેદન જાહેર કરતાં જણાવ્યું છે કે તપાસ બાદ મળેલા મહત્વના દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. આ તપાસ બાદ Ramky Group એ 300 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની કબૂલાત કરી હતી. ગ્રુપે કહ્યું કે તે આ ટેક્સ ભરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો:- કોરોના: પીએમ મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતાની કરી સમીક્ષા, આપ્યા આ નિર્દેશ

અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે અયોધ્યા રામી રેડ્ડી
જોકે, આ પહેલો કેસ નથી જ્યારે Ramky Group અને ચેરમેન અયોધ્યા રામી રેડ્ડી (Ayodhya Rami Reddy) પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. આ પહેલા પણ ED એ જગન મોહન રેડ્ડી કેસમાં ગ્રુપની કરોડોની સંપત્તિ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જોડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More