Home> India
Advertisement
Prev
Next

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો

Chandrayaan 2 Mission : ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરો (ISRO) નું ઐતિહાસિક મિશન ચંદ્રયાન 2 છેલ્લી ક્ષણોમાં સંપૂર્ણ સફળ ન થઇ શક્યું. ઓર્બિટરમાંથી અલગ થયા બાદ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવા જઇ રહેલ વિક્રમ લેન્ડર છેલ્લી ક્ષણોમાં સંપર્ક વિહોણું થયું હતું. જોકે બાદમાં લોકેશન મળ્યું હતું અને સંપર્ક કરવા વૈજ્ઞાનિકો સતત મથી રહ્યા છે. જોકે હવે વિક્રમ લેન્ડર અંતિમ તબકકામાં છે. વિક્રમ લેન્ડરની લાઇફ ખતમ થવા જઇ રહી છે. સંપર્કનો આખરી દિવસ છે. પછી વિક્રમ લેન્ડર ભૂતકાળ બની જશે.

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો

નવી દિલ્હી : ચંદ્રયાન 2 મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલેલ વિક્રમ વેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના વૈજ્ઞાનિકોને હજુ સુધી સંપર્ક કરવામાં સફળતા મળી નથી. 22 જુલાઇએ લોન્ચ કરાયેલ ચંદ્રયાન 2 મિશન અંતર્ગત 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતરાણ કરાવવાનું હતું. પરંતુ છેલ્લી ગણતરીની ઘડીઓ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. 

વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર સાથે ત્યાં 14 દિવસ સુધી સંશોધન કાર્ય કરવાનું હતું. જોકે સંપર્ક થઇ શક્યો નથી અને હવે વિક્રમ લેન્ડરની લાઇફ ખતમ થવા જઇ રહી છે. સંપર્ક કરવાનો અંતિમ દિવસ છે. જો ઇસરોના વૈજ્ઞાનિકો આ સમય દરમિયાન સંપર્ક કરવામાં સફળ નહીં થાય તો કદાચ ક્યારેય સંપર્ક નહીં થઇ શકે. આના પાછળનું કારણ એ છે કે એની લાઇફ માત્ર 14 દિવસની જ હતી જે ખતમ થવા આવી છે. 

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે

fallbacks

7 સપ્ટેમ્બરની વહેલી સવારે હાર્ડ લેન્ડિંગ વખતે વિક્રમ લેન્ડર સંપર્ક વિહોણું બન્યું હતું. જે બાદ હજુ સુધી સંપર્ક થઇ શક્યો નથી. ચંદ્રનો એક દિવસ ધરતીના 14 દિવસ બરાબર છે. ખગોળશાત્રી અનુસાર સૂર્યની રોશની એ વિસ્તારમાં અસ્ત થવા તરફ છે અને હવે ત્યાં અંધારૂ પથરાવા જઇ રહ્યું છે. 

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો

fallbacks

ઇસરોએ વિક્રમ લેન્ડરની કાર્ય કરવાની નિર્ધારિત અવધી પહેલાથી જ 14 દિવસની નક્કી કરી હતી. હવે બધો ફોકસ ઓર્બિટર પર છે. હવે ઇસરો દ્વારા તમામ લક્ષ્યાંક ઓર્બિટર દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઓર્બિટર અત્યારે એકદમ ફિટ છે અને કાર્ય કરી રહ્યું છે. ઓર્બિટરમાં લાગેલા 8 પેલોડ બધી રીતે એક્ટિવ છે અને કાર્ય કરી રહ્યા છે. 

ચંદ્રયાન 2 મિશનના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર

વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડિંગ બાદ ઇસરોએ આશા સેવી હતી કે વિક્રમથી ફરી એકવાર સંપર્ક સાધવા માટે 14 દિવસ છે. આ દિવસ દરમિયાન ઇસરોએ થર્મલ ઓપ્ટિકલ તસ્વીરોને આધારે વિક્રમ લેન્ડરની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં લેન્ડિંગ સમયે વિક્રમને કોઇ નુકસાન ન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે સંપર્ક થઇ શક્યો ન હતો. હવે ફરીથી ત્યાં સૂર્યોદય એ માટે વધુ 14 દિવસ રાહ જોવાની રહે પરંતુ એ વખતે વિક્રમની બેટરી ચાર્જ થાય એ શક્યતાઓ ઓછી હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More