Home> India
Advertisement
Prev
Next

Israel-Hamas War: ઈઝરાયેલ-હમાસને લઈને ભાજપ અને કોંગ્રેસમાં છેડાયું યુદ્ધ! કોંગ્રેસે પાસ કર્યો આ પ્રસ્તાવ

Israel-Hamas War BJP vs Congress: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ કાર્ય સમિતિ પેલેસ્ટાઈનના લોકોના જમીન, સ્વશાસન, આત્મસન્માન અને જીવનના અધિકારો માટે પોતાના સમર્થનને દોહરાવે છે. 

Israel-Hamas War: ઈઝરાયેલ-હમાસને લઈને ભાજપ અને કોંગ્રેસમાં છેડાયું યુદ્ધ! કોંગ્રેસે પાસ કર્યો આ પ્રસ્તાવ

Israel-Hamas War BJP vs Congress: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ કાર્ય સમિતિ પેલેસ્ટાઈનના લોકોના જમીન, સ્વશાસન, આત્મસન્માન અને જીવનના અધિકારો માટે પોતાના સમર્થનને દોહરાવે છે. કોંગ્રેસનો આ પ્રસ્તાવ હમાસ વિરુદધ ઈઝરાયેલના જવાબી હુમલા વચ્ચે આવ્યો છે. કોંગ્રેસે પહેલા પેલેસ્ટાઈનના આતંકવાદી સમૂહ હમાસ દ્વારા ઈઝરાયેલ પર ક્રૂર હુમલાની ટીકા કરી હતી. 

કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવમાં કહેવાયું છે કે સીડબલ્યુસી મધ્ય પૂર્વમાં છેડાયેલા યુદ્ધ પર પોતાની નિરાશા અને પીડા વ્યક્ત કરે છે. જ્યાં છેલ્લા બે દિવસમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે. સીડબલ્યુસી પેલેસ્ટાઈનના લોકોના જમીન અધિકારો માટે સ્વશાસન અને ગરિમા તથા સન્માન સાથે જીવવા માટે પોતાના લાંબાગાળાના સમર્થનને દોહરાવે છે. 

કોંગ્રેસે તત્કાળ યુદ્ધવિરામ અને ઈઝરાયેલ તથા પેલેસ્ટાઈન વચ્ચે તમામ પેન્ડિંગ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનું પણ આહ્વાન કર્યું. 

જયરામ રમેશે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઈઝરાયેલના લોકો પર ક્રુર હુમલાની ટીકા કરે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું હંમેશાથી માનવું રહ્યું છે કે આત્મ સન્માન, સમાનતા ને સન્માનના જીવન માટે પેલેસ્ટાઈનના લોકોની કાયદેસર આકાંક્ષાઓ ફક્ત વાતચીતની પ્રક્રિયાના માધ્યમથી પૂરી થવી જોઈએ. કોઈ પણ પ્રકારની હિંસા ક્યારેય સમાધાન આપતી નથી અને તેને રોકવી જોઈએ. 

કોંગ્રેસના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું કે મારો વિચાર છે કે તે આંતરરાષ્ટ્રીય પ્રકરણ પર પીએમઓના માધ્યમથી દેશનો દ્રષ્ટિકોણ રજૂ કરવો એ વિદેશ મંત્રાલયની જવાબદારી છે. કોંગ્રેસ સાથે સમસ્યા એ છે કે તેઓ દેશના વિચારોથી અલગ પોતાની સોચ આપવાનો વિચાર કરે છે. ડોકલામ મામલે પણ આ જ થયું હતું. 

આ અગાઉ હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલાઓ પર ઈઝરાયેલ સાથે એકજૂથતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે ભારતની સંવેદનાઓ અને પ્રાર્થનાઓ નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More