Home> India
Advertisement
Prev
Next

શું રામ માત્ર હિન્દુઓના ભગવાન છે, તેઓ સમગ્ર દૂનિયાના ભગવાન છે: ફારૂક અબ્દૂલ્લા

અબ્દૂલ્લાએ આપ દ્વારા આયોજિત વિપક્ષની મહારેલીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ કેમ કે, તેઓ લોકતંત્ર અને બંધારણીય મૂલ્યો માટે ‘ખરતો’ છે.

શું રામ માત્ર હિન્દુઓના ભગવાન છે, તેઓ સમગ્ર દૂનિયાના ભગવાન છે: ફારૂક અબ્દૂલ્લા

નવી દિલ્હી: દક્ષિણપંથ પર હુમલા કરતા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દૂલ્લાએ બુધવારે પૂછ્યું કે શું ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન છે અને આ વાત પર ભાર આપ્યો કે દરેક ધર્મના લોકોને દેશમાં સન્માનની સાથે જીવવાનો અધિકારી છે. અબ્દૂલ્લાએ આપ દ્વારા આયોજિત વિપક્ષની મહારેલીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ કેમ કે, તેઓ લોકતંત્ર અને બંધારણીય મૂલ્યો માટે ‘ખરતો’ છે.

વધુમાં વાંચો: રાહુલ જ્યાંના સાંસદ છે તે અમેઠી અંગે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, બનશે માસ્ટરસ્ટ્રોક!

જમ્મૂ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણા પોતાના દિલ સાફ નહીં હોય ત્યાં સુધી આપણે તેમને સરળતાથી હટાવી શકીશું નહીં. જો દેશને બચાવા ઇચ્છો છો તો આપણે પહેલા કુર્બાની આપવાની જરૂરીયાત છે... અને તે દેશ માટે કરો ના કે ખૂર્શી માટે.’ અબ્દૂલ્લાએ કહ્યું હતું કે, ‘આજે આપણે ધાર્મિક આધાર પર હિન્દુ અને મુસલીમોમાં વહેંચાયેલા છીએ. હું હિન્દુઓથી પૂછવા માગુ છું કે, શું રામ માત્ર તમારા જ રામ છે? આ પવિત્ર ગ્રંથોમાં લખ્યું છે કે રામ સમગ્ર દુનિયાના ભગવાન છે. તેઓ દરેકના ભગવાન છે. આપણે આપણી લડાઇ ભૂલવાની જરૂરીયાત છે.’

વધુમાં વાંચો: દિલ્હી: નારાયણા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે

તેમણે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે શું કરવું જોઇને નહીં તથા ક્યાં જવું જોઇએ નહીં અને પૂછ્યું કે, ‘શું આ દેશ તેમના બોસને દેશ છે.’ તેમણે કહ્યું કે આ દેશમાં દરેક ધર્મના લોકોને જીવવાનો સમાન અધિકારી છે. હિન્દૂ, મૂસ્લિમ, શીખ, ઇસાઇ- એમે બધા ભાઇઓ છીએ અને ભારત દરેક ભારતીય માટે છે.

વધુમાં વાંચો: પીએમ મોદી આજે ઉત્તરાખંડના રુદ્રપુરની મુલાકાતે, 3340 કરોડની આપશે ભેટ

આપની રેલીમાં સામેલ થયા વિપક્ષના દિગ્ગજ
આ પહેલા દિલ્હીના જંતર-મંતર પર યોજાયેલી આપની રેલીમાં ઘણા વિપક્ષી દળ સામેલ થયા હતા. આ રેલીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબૂ નાયડૂ, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દૂલ્લા, એનસીપીના શરદ પવાર અને સીપીઆઇ (એમ) સીતારમ યંચૂરીએ પણ સંબધોન કર્યું હતું.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More