Home> India
Advertisement
Prev
Next

IRCTC એ શરૂ કરી નવી સર્વિસ, હવે તમે પૈસા ચૂકવ્યા વગર બુક કરી શકશો ટિકિટ! જાણો શું છે પ્રોસેસ

IRCTC New Service: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોવ અને તમારી પાસે પૈસા ન હોય, તો તમે પૈસા વગર ટિકિટ બુક કરાવી શકો છો. Paytm પોસ્ટપેડ સેવા હવે રેલવે એપમાં ઇનેબલ કરવામાં આવી છે.

IRCTC એ શરૂ કરી નવી સર્વિસ, હવે તમે પૈસા ચૂકવ્યા વગર બુક કરી શકશો ટિકિટ! જાણો શું છે પ્રોસેસ

IRCTC Buy Now, Pay Later Service: ભારતમાં મુસાફરી કરવા માટે ટ્રેન એ સૌથી સસ્તો વિકલ્પ છે. ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલ્વે મુસાફરોના આરામ અને સુવિધાઓનું પણ ધ્યાન રાખે છે. રેલવેએ હવે મુસાફરોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું છે. ઘણી વખત એવું બને છે કે આપણે ક્યાંક દૂર જવાનું હોય પરંતુ ટ્રેનની ટિકિટ ખરીદવાના પૈસા નથી હોતા. ભારતીય રેલવેએ હવે આનો ઉકેલ શોધી કાઢ્યો છે. રેલ્વેએ એવું પગલું ભર્યું છે કે હવે તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વગર ટ્રેનની ટિકિટ બુક કરી શકશો. 

તમને જણાવી દઈએ કે, તમે કોઈપણ પૈસા ચૂકવ્યા વગર Paytm દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો. મુસાફરો માટે ઉપલબ્ધ આ નવી સેવાનું નામ Buy Now Pay Later છે. IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Paytm પોસ્ટપેડ સેવા હવે રેલવે એપમાં ઇનેબલ કરવામાં આવી છે. Paytm પોસ્ટપેડ સેવામાં, મુસાફરો કોઈપણ પૈસા ચૂકવ્યા વિના ટિકિટ બુક કરી શકે છે.

આ પણ વાંચો
Shani Vakri: રાજાની જેમ જીવશે આ રાશિના લોકો! 'શનિની ઉલટી ચાલ'થી ચમકી જશે કિસ્મત
WhatsApp યુઝર્સ માટે નવું અપડેટ: આ રીતે પર્સનલ ચેટ કરો Lock
Wife Gauri Khanના બુક લૉન્ચ ઇવેન્ટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા Shah Rukh Khan

Buy Now, Pay Laterનો ઉપયોગ કેવી રીતે કરવો ?
-સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં IRCTC એપ લોગિન કરો.
-જો તમારી પાસે એપ નથી, તો તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો.
-હવે નામ, તારીખ, બોર્ડિંગ સ્ટેશન સહિતની તમારી મુસાફરીની વિગતો ભરો.
-હવે તમે જે ટ્રેનમાં મુસાફરી કરવા માંગો છો તેને પસંદ કરો અને બુકિંગ માટે આગળ વધો.
-પેમેન્ટ સેક્શન પર પહોંચવા પર, અહીં તમને Buy Now, Pay Later નો વિકલ્પ મળશે.
-હવે આગળના સ્ટેપમાં તમારે Paytm Post પસંદ કરવાનું રહેશે. અહીં તમારે તમારું Paytm લોગીન કરવું પડશે.
-તમે Paytm માં લોગ ઇન કર્યા પછી તમને એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે.
-તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત કોડ દાખલ કર્યા પછી તમારી ટિકિટ બુક થઈ જશે.

પેમેન્ટ ગ્રેસ પિરિયડ 
બુકિંગ પ્રાપ્ત કર્યા પછી, IRCTC તમને ચુકવણી કરવા માટે ચોક્કસ ગ્રેસ પીરિયડ આપશે. આ ગ્રેસ પીરિયડનો સમયગાળો બદલાઈ શકે છે, તેથી આપેલ સમય મર્યાદામાં ચુકવણી પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો:
ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરસ અંદાજમા દેખાઈ Malaika Arora, જુઓ Cute Photos
Recruitment 2023: અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં 400થી વધુ જગ્યાઓ પર ભરતી
Business Idea: આ બિઝનેસથી કમાઓ 4 ગણો નફો, ગામ અને શહેરમાં બમ્પર ડિમાન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More