Home> India
Advertisement
Prev
Next

'દીદી સામે વર્દી નતમસ્તક': IPS અધિકારી મમતા બેનર્જીના પગે પડ્યાં, VIDEO વાઈરલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. પોલીસના યુનિફોર્મમાં એક આઈપીએસ અધિકારી દ્વારા તેમના ચરણ સ્પર્શનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

'દીદી સામે વર્દી નતમસ્તક': IPS અધિકારી મમતા બેનર્જીના પગે પડ્યાં, VIDEO વાઈરલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. પોલીસના યુનિફોર્મમાં એક આઈપીએસ અધિકારી દ્વારા તેમના ચરણ સ્પર્શનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક IPS અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. ચરણ સ્પર્શ કરતા પહેલા મમતા બેનર્જી તે અધિકારીને કેક ખવડાવતા જોવા મળી રહ્યાં છે. કહેવાય છે કે જે અધિકારી યુનિફોર્મમાં છે અને મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કર્યાં તેમનું નામ રાજેશ મિશ્રા છે અને તેઓ આઈજી (પશ્ચિમાંચલ)ના પદ પર તહેનાત છે. 

પૂર્વ મિદનાપુર જિલ્લાના દીઘામાં સમુદ્ર કિનારાની છે ઘટના
મળતી માહિતી મુજબ ગત અઠવાડિયે મમતા બેનર્જી પૂર્વ મિદનાપુર જિલ્લાના દિઘા વિસ્તારમાં એક પ્રશાસનિક બેઠકમાં સામેલ થવા ગયા હતાં. વાઈરલ થયેલો આ વીડિયો પણ પૂર્વ મીદનાપુર જિલ્લાના દિઘામાં સમુદ્ર કિનારાનો જ હોવાનો કહેવાય છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યક્રમ અધિકૃત નહતો. 4-5 અધિકારીઓ વચ્ચે એક બર્થ ડે સેલિબ્રેટ કરાયો હતો. આ જ કાર્યક્રમમાં કેક કટિંગ સેરેમની બાદ આઈપીએસ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચરણ સ્પર્શ કર્યા હતાં. 

ભાજપે ટીએમસી વિરુદ્ધ મોરચો માંડ્યો
આ વીડિયો સામે આવ્યાં બાદ પશ્ચિમ બંગાળ ભાજપે ટીએમસી વિરુદ્ધ આકરા પ્રહારો કર્યાં. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી અને વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગિયએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે "દીદીની સામે વર્દી નતમસ્તક. પશ્ચિમ બંગાળના પશ્ચિમ ઝોનના પોલીસ IG રાજીવ મિશ્રાએ વર્દીમાં મમતા બેનર્જીને ચરણ સ્પર્શ કર્યાં. આ તે કેવી વ્યવસ્થા અને કેવું લોકતંત્ર છે?"

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More