Home> India
Advertisement
Prev
Next

INX મીડિયા કેસ: પી ચિદમ્બરમ જશે જેલમાં કે પછી મળશે જામીન, આજે આવશે ચુકાદો

આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના સીબીઆઇ રિમાન્ડ આજે પુરા થઇ રહ્યાં છે. કોર્ટમાં આજ આ વાતનો ચુકાદો આવશે કે તેમને ન્યાયિક કસ્ટડી અંતર્ગત જેલ મોકલવા આવશે અથાવ તેમને જામીન મળી જશે

INX મીડિયા કેસ: પી ચિદમ્બરમ જશે જેલમાં કે પછી મળશે જામીન, આજે આવશે ચુકાદો

નવી દિલ્હી: આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના સીબીઆઇ રિમાન્ડ આજે પુરા થઇ રહ્યાં છે. કોર્ટમાં આજ આ વાતનો ચુકાદો આવશે કે તેમને ન્યાયિક કસ્ટડી અંતર્ગત જેલ મોકલવા આવશે અથાવ તેમને જામીન મળી જશે.

આ પણ વાંચો:- Live: નવી મુંબઇની પાસે ઉરણના LPG પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ત્રણના મોત

તમને જણાવી દઇએ કે, કોર્ટે સોમવારના આઇએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણા મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની સીબીઆઇ કસ્ટડી એક દિવસ માટે મંગળવાર સુધી વધારી દીધી હતી. કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની તરફથી હાજર સોલિસ્ટર જનરલ તુષાર મહેતાએ કોર્ટથી કહ્યું હતું કે, તે ચિદમ્બરમની વધુ એક દિવસની કસ્ટડી માગે છે.

આ પણ વાંચો:- મુંબઇમાં ભારે વરસાદથી જનજીનવ પર અસર, આજે બપોરે આવી શકે છે હાઈટાઈડ

મહેતાએ કહ્યું, ‘હું આ વાત પર ભાર આપી રહ્યો છું કેમ કે, (ચિદમ્બરમના વકીલ ન્યાયિક કસ્ટડી પર વાંધો ઉઠાવી રહ્યાં છે. બપોરે 2 વાગ્યે જે થયું, તે આધારે, હું તમને ફક્ત એક દિવસની સીબીઆઈ કસ્ટડી માટે વિનંતી કરું છું.’ જોકે, તેમની દલીલનો ચિદમ્બરમના વકીલ અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલે વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો:- ઇન્ડિયા ગેટ પાસે અકસ્માત, આઇસ્ક્રીમ ખાઇ રહેલા પિતા-પુત્રી પર ટ્રક ફરી વળ્યો

સીબીઆઇના વિશેષ ન્યાયાધીશ અજય કુમાર કુહારે આ પહેલા આઇએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમની સીબીઆઇ કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી વધારી હતી. 21 ઓગસ્ટના ધરપકડ બાદથી ચિદમ્બરમ 11 દિવસ સુધી સીબીઆઇ કસ્ટડીમાં હતા.

આ પણ વાંચો:- થાળે પડતું જનજીવન: જમ્મુ કાશ્મીરનાં 93 ટકા હિસ્સા પરથી પ્રતિબંધ હટ્યો

આ પહેલા, સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમના વકીલો અને સીબીઆઈ વચ્ચે ભારે ચર્ચા બાદ આદેશ આપ્યો હતો કે, ચિદમ્બમર આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇ કસ્ટડીમાં રહેશે અને તેમની અરજીની સુનાવણી સુધી તેમને તિહાડ જેલમાં મોકલવામાં આવશે. કોર્ટે આ પહેલા ગુરૂવારના રોજ આ મામલે સુનાવણી કરી હતી, પરંતુ સોલિસ્ટર જનરલના ભાર આપ્યા બાદ કોર્ટે તેમના આદેશને બદલી સુનાવણી મંગળવારે કરવાનું નક્કી કર્યું હતું.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More