Home> India
Advertisement
Prev
Next

યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો.

યોગ દિવસ: જાંબાઝ જવાનો સાથે આ કોણ કરી રહ્યું છે યોગ?, VIDEO જોઈને ખુશ થઈ જશો

નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ  પાઠવી. આ સાથે જ તેમણે કહ્યું કે યોગને દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરવા માટે મીડિયા, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો જે રીતની ભૂમિકા ભજવી રહ્યાં છે તે પણ ખુબ મહત્વપૂર્ણ છે. દેશ વિદેશમાં આજે યોગની ધૂમ છે. જલ, થલ અને નભમાં યોગ અભ્યાસ કરાઈ રહ્યો છે. આ સાથે જ એક વીડિયો હાલ ખુબ પસંદ  કરાઈ રહ્યો છે જેમાં બીએસએફની ડોગ સ્ક્વોડ ટીમ યોગ અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત આર્મી ડોગ યુનિટની યોગ અભ્યાસની તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. 

બીએસએફની ડોગ સ્ક્વોડ ટીમનો યોગ અભ્યાસ
આ વીડિયો જમ્મુનો છે. જ્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ડોગ સ્ક્વોડ ટીમ પોતાના ટ્રેઈનરો સાથે યોગા કરતી જોવા મળી. એકદમ શિસ્તબદ્ધ રીતે જાનવરો પણ જો યોગ અભ્યાસ કરી શકે તો આપણે માણસો કેમ પાછળ રહીએ? 

આર્મી ડોગ યુનિટનો યોગ અભ્યાસ
આ ઉપરાંત ભારતીય સેનાના ડોગ યુનિટની તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. જેમાં જવાનોની સાથે તેમના સાથી એવા કૂતરા પણ જવાનોની સાથે યોગ અભ્યાસ કરતા જોવા મળે છે. આ કૂતરા જોખમ સમયે ભારતીય સેનાના જવાનોની ખુબ સહાયતા કરે છે અને તેમના જીવ પણ બચાવતા હોય છે. 

અત્રે જણાવવાનું કે 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી આ દિવસે સમગ્ર દુનિયા યોગ દિવસની ઉજવણી કરે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More