Home> India
Advertisement
Prev
Next

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: પસંદ કરાઈ એક ખાસ થીમ, જાણો યોગનું મહત્વ અને ઇતિહાસ

વર્ષ 2022 માં ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિની થીમ "યોગ ફોર હ્યુમેનિટી" (Yoga for Humanity) છે. વિશ્વભરમાં યોગ દિવસ "માનવતા માટે યોગ" થીમ પર ઉજવવામાં આવશે.

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: પસંદ કરાઈ એક ખાસ થીમ, જાણો યોગનું મહત્વ અને ઇતિહાસ

International Yoga Day 2022: યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે. યોગનું મહત્વ જણાવવા અને લોકોમાં તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વખતે પણ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે યોગ દિવસની ઉજવણી માટે એક થીમ રાખવામાં આવે છે.

વર્ષ 2022 માં ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 8મી આવૃત્તિની થીમ "યોગ ફોર હ્યુમેનિટી" (Yoga for Humanity) છે. વિશ્વભરમાં યોગ દિવસ "માનવતા માટે યોગ" થીમ પર ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતને યોગ ગુરુ કહેવામાં આવે છે. એટલા માટે આયુષ મંત્રાલયે 21મી જૂને વિશ્વભરમાં યોજાનારા યોગ દિવસની આ વિશેષ થીમ પસંદ કરી છે. મળતી માહિતી મુજબ, આ વખતે મુખ્ય કાર્યક્રમ કર્ણાટકના મૈસૂરમાં યોજાશે. પીએમ મોદી મૈસૂરમાં આ ખાસ કાર્યક્રમનું નેતૃત્વ કરશે.

જાણો યોગ દિવસનું મહત્વ અને ઈતિહાસ
યોગ દિવસનો ઇતિહાસ શું છે?
11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી હતી કે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. જે બાદ વર્ષ 2015માં 21મી જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રક્રિયા અત્યાર સુધી ચાલુ છે. જો કે ભારતમાં યોગનો ઈતિહાસ ઘણો જૂનો છે.

21મી જૂને જ યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
ખરેખર, 365 દિવસોમાંથી 21 જૂન સૌથી લાંબો દિવસ છે. તેનું કારણ એ છે કે આ દિવસોમાં ઉત્તર ગોળાર્ધમાં સુરજની સૌથી વધુ રોશની હોય છે. આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. ઉપરાંત આ દિવસે સૂર્યની ઊર્જા સૌથી વધુ અસરકારક હોય છે, જે પ્રકૃતિની સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે.

આ વખતે શું હશે ખાસ?
તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ વખતે 'ગાર્જિયન રિંગ'ને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોગનો સ્ટ્રીમિંગ પ્રોગ્રામ હશે. આ દ્વારા વિદેશમાં ભારતીય મિશન દ્વારા આયોજિત IDY કાર્યક્રમોની ડિજિટલ ફીડ એકસાથે લેવામાં આવશે. તેની શરૂઆત સૌથી પહેલા તે દેશમાંથી શરૂ થશે જ્યાંથી સૂર્ય ઉગે છે. એટલે કે તેની શરૂઆત જાપાનથી થશે કારણ કે જાપાનને ઉગતા સૂર્યનો દેશ માનવામાં આવે છે. તે મુજબ સવારે 6 કલાકે યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ થશે. આ સમયની સાથે ધીમે ધીમે આ કાર્યક્રમ આગળ વધતો રહેશે.

ઉલ્લેખનીય છે કે, યોગ કરવાથી બાળકો, પુખ્ત વયના લોકો, સ્ત્રીઓ અને પુરુષો, દરેકને યોગ કરવાથી ફાયદો થાય છે. યોગના નિયમિત અભ્યાસથી શરીર રોગમુક્ત બને છે. સ્ટ્રેસ અને ટેન્શન પણ દૂર થાય છે. રક્ત પરિભ્રમણ અને પાચન સુધારે છે. જો કે, યોગ કરતી વખતે યોગના અભ્યાસને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More