Home> India
Advertisement
Prev
Next

International Women's Day: PM મોદીએ 'ગામૂસા' સહિત આ ઉત્પાદનો ખરીદ્યા, જાણો શું છે ખાસિયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day 2021) પર મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. આ અવસરે તેમણે મહિલા સ્વયંસેવી સંસ્થાઓ તરફથી ચલાવવામાં આવતા સંગઠનો પાસેથી અનેક ચીજો ખરીદીને આજનો દિવસ ખાસ બનાવી દીધો. 

International Women's Day: PM મોદીએ 'ગામૂસા' સહિત આ ઉત્પાદનો ખરીદ્યા, જાણો શું છે ખાસિયત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day 2021) પર મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. આ અવસરે તેમણે મહિલા સ્વયંસેવી સંસ્થાઓ તરફથી ચલાવવામાં આવતા સંગઠનો પાસેથી અનેક ચીજો ખરીદીને આજનો દિવસ ખાસ બનાવી દીધો. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી જાણકારી
પીએમ મોદી (PM Modi) એ પોતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે તમે મને અનેકવાર અસમનો ગામૂસા (Gamusa) પહેરેલો જોયો હશે. તે ખુબ જ આરામદાયક છે. આજે મે કાકાતિપપુંગ વિકાસ ખંડના વિભિન્ન સ્વયં સહાયતા સમૂહો દ્વારા બનાવવામાં આવેલું 'ગામૂસા' ખરીદ્યું છે. 

તમામ ઉત્પાદનો વિશે વિસ્તારથી જાણકારી આપી
ખાસ વાત એ રહી કે પીએમ મોદીએ જે પણ ચીજો ખરીદી તે તમામ મહિલાઓ તરફથી બનાવવામાં આવેલી હતી. પીએમ મોદીએ પોાતની ટ્વીટમાં તે ખાસ ઉત્પાદનોની ખાસિયતો અંગે પણ વિસ્તારથી જાણકારી આપી. જેમાં બંગાળના જ્યૂટના ફાઈલ ફોલ્ડર, ગમછા, તામિલનાડુના ટોડા આદિવાસીઓ તરફથી બનાવવામાં આવતી ખાસ શાલ, નાગાલેન્ડની પ્રસિદ્ધ શાલ, મધુબની પેન્ટિંગવાળી શાલ સહિત અનેક ઉત્પાદનો સામેલ રહ્યા. 

પીએમ મોદીએ નારી શક્તિ હેશટેગ સાથે કરી ટ્વીટ
પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિ હેશટેગ સાથે ટ્વીટ કરીને કહ્યું કે મહિલાઓ સતત સમાજને આગળ વધારવાનું કામ કરી રહી છે. તેઓ નારી શક્તિને મજબૂત કરવામાં લાગી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ જે રાજ્યોના ઉત્પાદનો ટ્વીટ કર્યા છે તેમાંથી બંગાળ, તામિલનાડુ, અસમ, કેળમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આવામાં અનેક લોકો આ ખરીદીમાં રાજકીય એંગલ શોધવાના પણ ફાંફાં મારી રહ્યા છે. 

Corona Update: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ 9 રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, ક્યાં આંશિક લોકડાઉન લાગશે? ખાસ જાણો

Bengal Election: નક્સલીમાંથી અભિનેતા....ત્યારબાદ રાજનેતા, જાણો મિથુન દાની કેટલીક અજાણી વાતો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More