Home> India
Advertisement
Prev
Next

ઢાબો ચલાવતા ચલાવતા વિદ્યાર્થીએ પાસ કરી CAT, બોલિવૂડ ફિલ્મ જેવી છે સ્ટોરી

શશાંક અગ્રવાલની સ્ટોરી અનેક લોકોને પ્રેરણા આપી શકે છે 

ઢાબો ચલાવતા ચલાવતા વિદ્યાર્થીએ પાસ કરી CAT, બોલિવૂડ ફિલ્મ જેવી છે સ્ટોરી

નવી દિલ્હી : ઇન્દોરના રહેવાસી શશાંક અગ્રવાલની સ્ટોરી અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. 2017માં CATની પરીક્ષા તેણે 98.01 પર્સેન્ટાઇલ સાથે પાસ કરી છે. હવે તે આઇઆઇએમ રોહતકમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. જોકે તેણે આ સ્તર પર પહોંચવા માટે અનેક સમસ્યાનો સામનો કર્યો છે. તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઢાબો ચલાવવો પડ્યો પણ આજે તે આઇઆઇએમમાં મેનેજમેન્ટની ડિગ્રી લઈ રહ્યો છે. તેની વાર્તામાં એવા વળાંક છે જે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. 

fallbacks
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે 25 વર્ષીય શશાંક અગ્રવાલ જણાવે છે કે તેમણે બહુ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને પછી ઘર ચલાવવાની જવાબદારી તેમના દાદાજી પર આવી ગઈ હતી. તેમના પેન્શનથી ઘર સારી રીતે ચાલતું હતું. સ્કૂલનો અભ્યાસ કર્યા પછી તેણે ઇન્દોરની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. તે જ્યારે બીજા વર્ષમાં હતો ત્યારે એકાએક દાદાજીનું મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે પેન્શનની આવક બંધ થઈ ગઈ હતી. આ સંજોગોમાં પરિવાર પર મોટું સંકટ આવી ગયું હતું. 

આ સંજોગોમાં શશાંકે કમાણી કરવાની સાથે અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવવાનો નિર્ણય કર્યો. આ માટે શશાંકે 50 હજાર રૂ.ની લોન લઈને ઇન્દોરના ભવર કુંઆ વિસ્તારમાં ઢાબો શરૂ કર્યો. શશાંકે પાંચ લોકો સાથે આ ઢાબો શરૂ કર્યો હતો જ્યાં 50 રૂ.માં ભરપેટ ભોજન મળતું હતું. આ ભોજનની ગુણવત્તા સારી હોવાના કારણે સકારાત્મક પરિણામ મળ્યા અને થોડા જ દિવસોમાં આવક ત્રીસ હજાર રૂ. પ્રતિ માસ સુધી પહોંચી ગઈ. આ સાથે જ તેણે કોમન એડમિશન ટેસ્ટ (CAT)ની તૈયારી શરૂ કરી દીધી. એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોવાના કારણે શશાંક માટે ડેટા ઇન્ટરપ્રિટિશન તેમજ લોજિકલ રિઝનીંગ મુશ્કેલ નહોતું અને તે બહુ સારી રીતે આ પરીક્ષા પાસ કરી શક્યો.

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More