Home> India
Advertisement
Prev
Next

ડાકુઓ પર તૂટી પડ્યા નેવીના MARCOS કમાન્ડો, સોમાલિયામાં હાઇજેક જહાજમાંથી 15 ભારતીયોને બચાવ્યા

Somalia coast: દરિયામાં ઇન્ડીયન નેવી આરપારના મૂડમાં જોવા મળ્યું હતું. એક તરફ તેણે ચાંચિયાઓને હાઇજેક કરેલા જહાજને છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું, તો બીજી તરફ માર્કોસ કમાન્ડો ઓપરેશન માટે INS ચેન્નાઈ સાથે પહોંચ્યા હતા અને પછી તમામ ભારતીયોને બચાવી લીધા હતા.

ડાકુઓ પર તૂટી પડ્યા નેવીના MARCOS કમાન્ડો, સોમાલિયામાં હાઇજેક જહાજમાંથી 15 ભારતીયોને બચાવ્યા

INS Chennai With Marcos Commando: આખરે જે ધાર્યું હતું તે જ થયું. મધ દરિયે નેવીના માર્કોસ કમાન્ડોએ ચાંચિયાઓ પર હુમલો કર્યો અને સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલા જહાજમાંથી 15 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. 15 ભારતીયો સહિત તમામ ક્રૂને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અગાઉ એવી માહિતી મળી હતી કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોકની નજીક સોમાલિયાના કિનારે પહોંચ્યું હતું.

T20 World Cup 2024 Schedule ની જાહેરાત, જાણો લો A TO Z માહિતી
નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને

આ સાથે યુદ્ધ જહાજે તેનું હેલિકોપ્ટર લોન્ચ કર્યું અને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે. કમાન્ડો આવતાની સાથે જ તેઓએ હાઇજેક કરેલા જહાજની ઉપરની ડેક સાફ કરી દીધી.  ભારતીય નૌસેના હેડક્વાર્ટર આ સમગ્ર ઓપરેશન પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને
New Rules: WhatsApp ની ફ્રી સેવા ખતમ! હવે પૈસા ખર્ચીને કરવો પડશે ઉપયોગ

ઇન્ડીયન નેવીની જોરદાર કાર્યવાહી
જોકે અગાઉના સૈન્ય અધિકારીઓએ ANIને જણાવ્યું હતું કે યુદ્ધ જહાજ INS ચેન્નાઈથી ભારતીય નૌકાદળના ચુનંદા મરીન કમાન્ડો હાઇજેક કરાયેલા જહાજ એમવી લીલામાં સવાર થયા હતા અને હવે તેઓ ત્યાં કામગીરી કરવા જઈ રહ્યા છે. ઉત્તર અરબી સમુદ્રમાં એમવી લીલા નોરફોકના અપહરણ બાદ ભારતીય નૌકાદળે આ કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ, MV ને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, પ્રિડેટર MQ9B અને ઇન્ટિગ્રલનો ઉપયોગ કરીને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના કમાન્ડોએ જહાજ પર જઈને કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી બપોરે 3.15 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.

કોરોનાનો ખતરો ફક્ત શ્વાસ સુધી સિમિત નથી, મહિનાઓ બાદ મગજને પણ પહોંચે છે નુકસાન!
અંબાણીને પછાડી અદાણી બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના છે માલિક

આ જહાજને સોમાલિયાના કિનારે અરબી સમુદ્રમાં હાઇજેક કરવામાં આવ્યું હતું. દરિયાકિનારે હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાનો સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. જહાજમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂમાં 15 ભારતીય સભ્યો પણ સામેલ છે.

ધોનીના 'દોસ્તાર' કરી ગયા દાવ, કરોડોનો ચૂનો ચોપડ્યો, નોંધાવ્યો Criminal Case
Raw Carrot: હલવાથી કહો ના, ખાવ કાચા ગાજર, સ્વાસ્થ્યને થશે 5 જોરદાર ફાયદા

જહાજ પર લાગેલો છે લાઇબેરિયા ધ્વજ  
અગાઉ, અધિકારીઓએ માહિતી આપી હતી કે જહાજને સોમાલિયાના 300 નોટિકલ માઇલ પૂર્વમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું, જ્યારે તે બ્રાઝિલના પોર્ટ દો અચોથી નીકળી રહ્યું હતું અને બહેરીનમાં ખલીફા બિન સલમાન જઈ રહ્યું હતું. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર કર્મચારીઓ તેના પર સવાર થયા હોવાના સંકેતો મળ્યા બાદ ભારતીય નૌકાદળ સક્રિય થઈ ગયું હતું. આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ હતો. ત્યારબાદ આ કડીમાં INS ચેન્નાઈ મોકલવામાં આવી હતી. શુક્રવારે સવારે, ક્રૂની સલામતીની ખાતરી કરીને જહાજ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો અને પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

જાન્યુઆરીમાં આ દિવસે બનશે ગજકેસરી યોગ, આ 3 રાશિવાળાઓ છાપશે નોટો, થશે ધનવર્ષા
RERA Order: ઘટી જશે ફ્લેટની કિંમત? RERA નો કાર્પેટ એરિયા પર એપાર્ટમેન્ટ વેચવાનો આદેશ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More