Home> India
Advertisement
Prev
Next

Corona Updates: દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા 24 કલાકમાં મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 51 લાખથી વધુ

કોરોનાનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના કેસ 51 લાખ પાર ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 97,894 નવા દર્દીઓ નોંધાયા છે.

Corona Updates: દેશમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા 24 કલાકમાં મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 51 લાખથી વધુ

નવી દિલ્હી: કોરોના (Corona Virus) નો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના કેસ 51 લાખ પાર ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 97,894 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 51,18,254 પર પહોંચ્યો છે. જેમાંથી 10,09,976 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 40,25,080 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં 1132 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 83,198 પર પહોંચ્યો છે. 

કોરોનાના રેડ ઝોન, આ 10 રાજ્યોમાં છે Corona બેકાબૂ!, જાણો ગુજરાતની શું છે સ્થિતિ 

મહારાષ્ટ્રમાં તો હાલત એવી થઈ રહી છે કે હોસ્પિટલોમાં હવે ઓક્સિજનની અછત સર્જાવા લાગી છે. વધતી માગણીના કારણે રાજ્યમાં કેટલાક સ્થળોએ મોત પણ થવા લાગ્યા છે. હિંગોલી જિલ્લાના સંજય અંભોરેએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો. આ બાજુ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી દાવો કરે છે કે હાલ કોઈ પણ જિલ્લામાં ઓક્સિજનની કમી નથી. 

આ 5 રાજ્યો ખરાબ રીતે પ્રભાવિત
દેશમાં 5 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રનો નંબર પ્રથમ છે. અહીં 24 કલાકમાં 23 હજારથી વધુ નવા કેસ નોંધાયા. રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,21,221 થઈ ગયો છે. આંધ્ર પ્રદેશમાં પણ 8835 નવા કેસ નોંધાયા છે. કુલ કેસ 5,92,760 થયા છે. તામિલનાડુ, કર્ણાટક અને ત્યારબાદ યુપીનો નંબર આવે છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 

Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે

દિલ્હીની સ્થિતિમાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 4473 નવા કેસ નોંધાયા. આ સાથે કુલ સંખ્યા 2,30,269 થઈ છે. વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 9થી 12માં ધોરણના ક્લાસ 21 સપ્ટેમ્બરથી શરૂ  કરવા માટે કહ્યું તું જેના પર સરકારે હાલ રોક લગાવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More