Home> India
Advertisement
Prev
Next

Corona Update: દેશમાં રોકેટ ગતિથી વધી રહ્યો છે કોરોના, નવા કેસમાં તોતિંગ વધારો, આંકડા જાણી ચોંકશો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 78,761 નવા દર્દીઓ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 35,42,734 પર પહોંચ્યો છે.

Corona Update: દેશમાં રોકેટ ગતિથી વધી રહ્યો છે કોરોના, નવા કેસમાં તોતિંગ વધારો, આંકડા જાણી ચોંકશો

નવી દિલ્હી: ભારતમાં ખતરનાક સ્પીડથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 78,761 નવા દર્દીઓ નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 35,42,734 પર પહોંચ્યો છે. જેમાંથી 7,65,302 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 27,13,934  લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. દેશમાં એક જ દિવસે 948 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 63,498 થયો છે. 

Coronavirus: કોરોનાના લક્ષણો વિશે WHOએ આપ્યું મોટું નિવેદન, જાણવું ખુબ જ જરૂરી

અત્યાર સુધીમાં 4,14,61,636 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 4,14,61,636 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલે એક જ દિવસમાં  10,55,027 નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. જેમાંથી 78 હજારથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે. 

Unlock-4ની ગાઈડલાઈન જાહેર, ધાર્મિક, સામાજિક કાર્યક્રમમાં 100 લોકોને મંજૂરી

ભારતમાં કોરોના ટેસ્ટિંગમાં ખુબ વધારો કરવામાં આવ્યો છે. WHOની સલાહ મુજબ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ 10 લાખની વસ્તી પર 140થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એવા કેટલાય રાજ્યો છે જેમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ તો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે. 

અનલોક 4-0ની ગાઈડલાઈન જાહેર 
આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે અનલોક 4-0ની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. જે મુજબ અનલોક-4માં મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. 7 સપ્ટેમ્બરથી સમાન્ય લોકો મેટ્રોમાં સવારી કરી શકશે. અનલોક-4ને 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અનલોક-4માં શૈક્ષણિક સંસ્થા બંધ રહશે.

  • અનલોક-4માં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
  • હવે કન્ટેઇનમેન્ટ ઝોનની આસપાસના વિસ્તારમાં પહેલાથી વધારે છૂટ આપવામાં આવશે.
  • સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ અને થિયેટર 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
  • ઓપન એર થિયેટર્સને 21 સપ્ટેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
  • અનલોક-4ની ગાઈડલાઈન્સ અનુસાર સામાજિક શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોમાં 100 વ્યક્તિઓ સાથે 21 સપ્ટેમ્બરથી મંજૂરી આપવામાં આવશે.
  • ભારત સરકારે 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે અનલોક-4 માટે દિશાનિર્દેશોની જાહેરાત કરી છે.
  • ગૃહ મંત્રાલયે કહ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કર્યા વગર કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર કોઇ સ્થાનિક લોકડાઉન લાગુ કરી શકશે નહીં.
  • મેટ્રો સ્ટેશનો અને ટ્રેનમાં માસ્ક લગાવવું ફરજિયાત રહેશે અને વગર માસ્કના લોકોને મેટ્રો સ્ટેશનમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. સાથે જ એક બીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું પડશે.
  • મેટ્રો ટ્રેનમાં મુસાફરોને ચઢવા અને ઉતરવા માટે નિયમિત દિવસો કરતા વધુ સમય રોકાશે જેથી મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.
  • ડીએમઆરસીએ કહ્યું કે, ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-4 અંતર્ગત જારી તાજેતરના દિશાનિર્દેશ અનુસાર દિલ્હી મેટ્રો સેવા 7 સપ્ટેમ્બરથી ક્રમ બદ્ધ રીતે શરૂ થશે. મેટ્રો પર વિસ્તૃત SOP જારી થયા બાદ સામાન્ય જનતા દ્વારા મેટ્રોના ઉપયોગ માટે વધુ જાણકારી આપવામાં આવશે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More