Home> India
Advertisement
Prev
Next

જનરલ ડબ્બામાં જગ્યા ન મળવા પર શું તમે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકો? જાણી લો ભારતીય રેલવેના નિયમ

Can travel in sleeper coach if seat is not available in general coach: પ્રવાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે લોકો લગભગ 4 મહિના પહેલા પોતાની સીટ બુક કરાવે છે. ઘણી વખત ઈમરજન્સીમાં પણ મુસાફરી કરવી પડે છે, જેના માટે લોકો તત્કાલ ટિકિટ બુક કરાવીએ છીએ. પરંતુ જો તત્કાલ ટિકિટ ઉપલબ્ધ ના હોય, તો જનરલ ડબ્બામાં બેસીને મુસાફરી કરવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે.

જનરલ ડબ્બામાં જગ્યા ન મળવા પર શું તમે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકો?  જાણી લો ભારતીય રેલવેના નિયમ

Can travel in sleeper coach if seat is not available in general coach: ભારતીય રેલ્વે દેશની જીવાદોરી છે. ઓછા ભાડા અને અનુકૂળ મુસાફરીના કારણે, દેશની મોટાભાગની વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેલવેમાં મુસાફરી કરે છે. પ્રવાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે લોકો લગભગ 4 મહિના પહેલા પોતાની સીટ બુક કરાવે છે. ઘણી વખત  ઈમરજન્સીમાં પણ મુસાફરી કરવી પડે છે, જેના માટે લોકો તત્કાલ ટિકિટ બુક કરાવીએ છીએ. પરંતુ જો તત્કાલ ટિકિટ ઉપલબ્ધ ના હોય, તો જનરલ ડબ્બામાં બેસીને મુસાફરી કરવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે.

જનરલ બોગીમાં સીટ ના મળવા પર શું કરવુ જોઈએ?
વિચારો, તમારી પાસે જનરલ ડબ્બાની ટિકિટ છે પણ તે ભીડથી ભરેલો છે અને તમે ઈચ્છો તો પણ તેમાં ચઢી શકતા નથી, તો પછી તમે શું કરશો. શું તમે તે ટ્રેન છોડશો કે પછી તમે જોખમ ઉઠાવીને બીજા આરક્ષિત ડબ્બામાં ચઢશો. રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં ચડશો તો દંડ થશે કે નહીં? આવા અનેક સવાલો તમારા મનમાં વારંવાર ફરતાં હશે, જેનો આજે અમે વિગતવાર જવાબ આપવા જઈ રહ્યા છીએ. આ વાંચ્યા પછી તમારા મગજમાં ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જશે.

જાણી લો રેલવેનો આ કામનો નિયમ?
રેલ્વે એક્ટ 1989 હેઠળ, જો તમારી મુસાફરી 199 કિમી અથવા તેનાથી ઓછી છે, તો તમારી જનરલ ડબ્બાની ટિકિટની માન્યતા 3 કલાકની હશે. જ્યારે આનાથી વધુ અંતર હોય તો વેલિડિટી વધીને 24 કલાક થઈ જાય છે. જ્યારે ટ્રેન આવે છે, જો તેના જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો તમારે નિયમો અનુસાર આગલી ટ્રેનની રાહ જોવી પડશે.

fallbacks

આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી

સ્લીપર કોચમાં કરી શકો છો સફર?
જો તમારી મુસાફરી 199 કિલોમીટરથી ઓછી હોય અને આગામી 3 કલાક સુધી તે રૂટ પર કોઈ ટ્રેન ના જાય, તો તમે તે જ ટ્રેનના સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા માટે હકદાર છો. જો કે, તમે તે ડબ્બામાં સીટ મેળવી શકતા નથી. તે ટ્રેનમાં TTEના આવે પછી તમારે જણાવવું પડશે કે તમે તે સ્લીપર ક્લાસ કોચમાં શા માટે આવ્યા છો.

ટીટીઈ આપને આપી શકે છે સીટ
આ સમય દરમિયાન, જો સ્લીપર ક્લાસમાં કોઈ સીટ ખાલી રહે છે, તો TTE તમને બંને ક્લાસની ટિકિટની ડિફ્રન્સ અમાઉન્ટ લઈને સ્લીપર ક્લાસની ટિકિટ આપશે, જેના પછી તમે આરામથી મુસાફરી કરી શકશો. જો સ્લીપર કોચમાં કોઈ સીટ ખાલી ના હોય તો TTE તમને આગલા સ્ટેશન સુધી મુસાફરી કરવાની પરવાનગી આપી શકે છે. આ પછી પણ જો તમે સ્લીપર ક્લાસમાંથી બહાર ન નીકળો તો તે તમારા પર અઢીસો રૂપિયાનો દંડ લેશે.

આપનો સામાન નહીં થાય જપ્ત
જો તમારી પાસે દંડના પૈસા નથી, તો તે તમને ચલણ બનાવી આપશે, જે તમારે કોર્ટમાં જમા કરાવવું પડશે. અહીં મોટી વાત એ છે કે TTE અથવા અન્ય પોલીસકર્મીઓ તમને કોઈ પણ સંજોગોમાં સ્લીપર ક્લાસમાંથી હટાવી શકતા નથી, ના તો તેઓ તમારો સામાન જપ્ત કરી શકે છે. તેઓ ફક્ત તમને દંડ કરી શકે છે. જે ચૂકવીને તમે સ્લીપર ક્લાસમાં સીટ વગર રહી શકો છો.

fallbacks

આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More