Home> India
Advertisement
Prev
Next

હવે ટ્રેનોમાં મુસાફરોને મળશે આ સુવિધા, રેલ મંત્રીએ કરી જાહેરાત

પીયૂષ ગોયલના અનુસાર આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારતીય ટ્રેનોમાં પણ વાઇ-ફાઇ સર્વિસની શરૂઆત થશે. જોકે તેના માટે રેલવેને સારુ રોકાણ ઇંફ્રા પર કરવું પડશે. હાલ દેશના 5000થી વધુ રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ છે.

હવે ટ્રેનોમાં મુસાફરોને મળશે આ સુવિધા, રેલ મંત્રીએ કરી જાહેરાત

નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railway) દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે નવા-નવા પગલાં ભરી રહી છે. થોડા દિવસો પહેલાં રેલવે દ્વારા દેશના સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા શરૂ કરી દીધી હતી. હવે તમને ટૂંક સમયમાં ટ્રેનોમાં પણ વાઇ-ફાઇ મળવાની શરૂ થઇ જશે. રેલવે મંત્રી પીયૂષ ગોયલના અનુસાર ટૂંક સમયમાં ટ્રેનોમાં સુવિધાની શરૂઆત કરવામાં આવી રહી છે. 

ત્રણથી ચાર વર્ષમાં થશે શરૂઆત
પીયૂષ ગોયલના અનુસાર આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારતીય ટ્રેનોમાં પણ વાઇ-ફાઇ સર્વિસની શરૂઆત થશે. જોકે તેના માટે રેલવેને સારુ રોકાણ ઇંફ્રા પર કરવું પડશે. હાલ દેશના 5000થી વધુ રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ છે. રેલવે દ્વારા ટ્રેનોમાં વાઇ-ફાઇ સર્વિસ શરૂ કરવાના બે હેતુ છે. પ્રથમ મુસાફરોની સુવિધામાં વધારો અને બીજો તેનાથી સીસીટીવી કેમેરાની રિયલ ટાઇમ મોનીટરિંગ કરવામાં આવશે. 

અપરાધ પર લગામ લગાવામાં પણ મદદ મળશે
રેલવેને આશા છે કે ચાલુ ટ્રેનોમાં વાઇ-ફાઇ સર્વિસ શરૂ થતાં જ ના ફક્ત યાત્રીઓની સુવિધાઓમાં વધારો થશે, પરંતુ વાઇ-ફાઇની મદદથી સીસીટીવી કેમેરાની રિયલ ટાઇમ મોનીટરિંગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરાની રિયલ ટાઇમ મોનીટરિંગથી ટ્રેનોમાં થનાર અપરાધનો સામનો કરવામાં મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More