Home> India
Advertisement
Prev
Next

રેલ્વેનો મેગા બ્લોક સેંકડો ટ્રેન કરવામાં આવી રદ્દ, જાણો તમારી તો નથી ને !

ભારતીય રેલવે સંચાલનનાં કારણે ગુરૂવારે 328 રેલગાડીઓને રદ્દ કરી દીધી છે, જે ગાડીઓને રદ્દ કરવામાં આવી તેમાં સૌથી વધારે પેસેન્જર ટ્રેન છે

રેલ્વેનો મેગા બ્લોક સેંકડો ટ્રેન કરવામાં આવી રદ્દ, જાણો તમારી તો નથી ને !

 

અમદાવાદ : ભારતીય રેલવેએ સંચાલનનાં કારણોના કારણે ગુરૂવારે 328 રેલગાડીઓ રદ્દ કરી દીધી છે. જે ગાડીઓને રદ્દ કરવામાં આવી છે તેમાં સૌથી વધારે પેસેન્જર રેલગાડીઓ છે. બીજી તરફ રેલગાડીઓની તરફ કેટલીક મેલ તથા કેટલીક એક્સપ્રેસ રેલગાડીઓની સાથે કેટલીક સ્પેશ્યલ રેલગાડીઓને પણ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં રેલવેનાં અલગ અલગ ઝોનમાં ચાલી રહેલ મેઇન્ટેન્સનું કામ કરવા માટે અનેક સ્થળો પર ટ્રાફીક બ્લોક કરવામાં આવ્યા છે. તેમાં ગાડીઓનાં યોગ્ય સંચાલન માટે આ ગાડીઓને રદ્દ કરી દેવામાં આવી છે. રેલવેની વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ (NTS) પર રદ્દ કરવામાં આવેલી રેલગાડીઓની યાદી ઇશ્યું કરવામાં આવી છે. 

અહીં ઉપલબ્ધ છે સંપુર્ણ રેલવેની માહિતી
રેલવેની તરફથી જે રેલગાડીઓને રદ્દ કરી દેવામાં આવી છે તેની યાદી રેલવેની વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્કવાયરી સિસ્ટમ પર ઇશ્યુ કરવામાં આવી છે. બીજી તરફ સ્ટેશનો પર જાહેરાત દ્વારા પણ યાત્રીઓને રદ્દ ગાડીઓની માહિતી આપવામાં આવી રહી છે. 139 સેવા પર એસએમએસ કરીને પણ ગાડીઓની સ્થિતી જાણવામાં આવી શકે છે. બીજી તરફ જે યાત્રીઓની રેલગાડીઓ રદ્દ થઇ ગઇ છે તેઓ પોતાની ટિકિટ રદ્દ કરાવીને સંપુર્ણ રિફંડ પ્રાપ્ત કરી શકે છે. 

રદ્દ થયેલી ટ્રેનની યાદી માટે કરો ક્લિક...

ભારતીય રેલ સમગ્ર દેશમાં રોજ લગભગ 12600 રેલગાડીઓનું સંચાલન કરે છે. તેમાં રોજ લગભગ 2.3 કરોડ લોકો યાત્રા કરે છે. ભારતીય રેલવેની તરપથી દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં સમયાંતરે પાટાઓ પર રેલવેનાં અન્ય ઢાંચાગત વ્યવસ્થામાં સુધાર માટે અનેક વખત ટ્રાફીક બ્લોક કરવામાં આવે છે. તેનાં કારણે રેલગાડીઓનાં યોગ્ય સંચાલન માટે રેલગાડીઓ રદ્દ કરવી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More