Home> India
Advertisement
Prev
Next

PIB Fact Check: શું 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટ્રેનમાં ટિકીટ લેવી પડશે? જાણો શું છે વાયરલ મેસેજની હકિકત

રેલ્વે મંત્રાલયના 06.03.2020 ના એક પરિપત્ર જણાવે છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત લઈ જવામાં આવશે. જો કે, અલગ બર્થ અથવા સીટ (ચેર કારમાં) આપવામાં આવશે નહીં. તેથી કોઈ પણ ટિકિટ ખરીદવાની જરૂર નથી. 

PIB Fact Check: શું 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની ટ્રેનમાં ટિકીટ લેવી પડશે? જાણો શું છે વાયરલ મેસેજની હકિકત

PIB Fact Check of Child Ticket Rules: તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરતા બાળકો માટે ટિકિટ બુકિંગના સંદર્ભમાં નિયમમાં ફેરફાર કર્યો છે. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે એકથી ચાર વર્ષ સુધીના બાળકોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી પડશે.

આ સમાચાર અને મીડિયા અહેવાલો ભ્રામક છે. જણાવવામાં આવે છે કે ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરતા બાળકો માટે ટિકિટ બુકિંગના સંદર્ભમાં કોઈ ફેરફાર કર્યા નથી. મુસાફરોની માંગ પર, તેમને ટિકિટ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને જો તેઓ ઇચ્છે તો તેમના 5 વર્ષથી ઓછી વયના બાળક માટે બર્થ બુક કરાવી શકે છે. અને જો તેઓને અલગ બર્થ ન જોઈતી હોય, તો તે ફ્રી છે, જેમ કે તે પહેલા હતી.

રેલ્વે મંત્રાલયના 06.03.2020 ના એક પરિપત્ર જણાવે છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત લઈ જવામાં આવશે. જો કે, અલગ બર્થ અથવા સીટ (ચેર કારમાં) આપવામાં આવશે નહીં. તેથી કોઈ પણ ટિકિટ ખરીદવાની જરૂર નથી, જો કે અલગ બર્થનો દાવો કરવામાં આવ્યો ન હોય. જો કે, જો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્વૈચ્છિક ધોરણે બર્થ/સીટ માંગવામાં આવશે તો સંપૂર્ણ પુખ્ત ભાડું વસૂલવામાં આવશે.

તમને જણાવી દઇએ કે બાળકોની મોટી સંખ્યાને જોતાં રેલવે બાળકોને ઘણા પ્રકારની સુવિધા આપે છે. તેમાં બેબી બર્થ જેવી ફેસિલિટી પણ સામેલ છે. ઉત્તર રેલવે જોનના દિલ્હી ડિવિઝનમાં મહિલાઓ અને નાના બાળકોની સુવિધા માટે રેલવેએ બેબી બર્થની શરૂઆત કરી છે. તે અંતગર્ત હવે બાળકોને ટ્રેનમાં મુસાફરી કરવા પર એક નાની સીટ લોઅર બર્થ પર મળશે જેથી તે સરળતાથી સુઇ શકે. આ સાથે જ બાળકોને ટ્રેનમાં કન્ફોર્મ સીટ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More