Home> India
Advertisement
Prev
Next

ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા

ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી કે ગરીબરથ ટ્રેન સંચાલન અટકાવવાનો કોઇ જ પ્રસ્તાવ નથી, સંચાલન યથાવત્ત ચાલે છે અને ચાલુ રહેશે

ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) એ સ્પષ્ટતા કરી છે કે ગરીબ રથ (Garib Rath) નુ સંચાલન અટકાવવા માટેનો કોઇ જ પ્રસ્તાવ નથી. પૂર્વ રેલમંત્રી લાલુ યાદવે આ ટ્રેનની શરૂઆત કરી હતી. તેના કારણે ખાસ રીતે ગરીબો અને લોઅર મિડલ ક્લાસ (Lower Middle Class) ને સસ્તામાં એસી (AC) રેલ મુસાફરી કરાવવા માટે ચલાવાતી હતી. 

લોકસભા સ્પીકરે વિપક્ષ સાંસદને ચોપડાવ્યું, મારા સ્ટાફને હાથ ના લગાવશો
રેલમંત્રાલયની સ્પષ્ટતા
પહેલા સમાચારો આવી રહ્યા હતા કે રેલવે મંત્રાલય આ સેવા બંધ કરી શકે છે. જો કે શુક્રવારે સમાચારો પ્રકાશિત થયા બાદ રેલવે વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગરીબ રથ ટ્રેનને બંધ કરવા માટેનું કોઇ જ આયોજન નથી. જો રેલવે મંત્રાલય આ અંગે કોઇ પણ નિર્ણય લેશે તો યાત્રીઓને પહેલા જ જણાવવામાં આવશે. હાલ રેલવે વિભાગ 26 જોડી ગરીબ રથ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. 

સ્વતંત્રતા દિવસના ભાષણ માટે PM મોદીએ મુદ્દા આપવા માટે જનતાને કરી અપીલ

અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ પહોંચશે, ભારતીય વાયુસેના બનશે મહાશક્તિશાળી
2005માં થઇ હતી શરૂઆત
ગરીબ રથને 2005માં ચાલુ કરવામાં આવી હતી. તેનું ભાડુ મેલ અને એક્સપ્રેસ ટ્રેનનાં AC બર્થ કરતા ઓછું હોય છે. તેમાં માત્ર ચેરકાર અને થ્રી ટિયર (78 સીટ) વાળા ડબ્બાઓ જ હોય છે. ગરીબ રથમાં મુસાફરી કરનારા મુસાફરોને ઓઢવા, પાથરવા માટે કંઇ આપવામાં આવતું નથી. 

કર્ણાટક: રાજ્યપાલે મુખ્યમંત્રીને ફરીથી લખ્યો પત્ર, કહ્યું- 'સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરો'
રાજધાની જેટલું મહત્વ
એક સમય હતો જ્યારે આ ટ્રેન સુપર ફાસ્ટ ટ્રેન કરતા વધારે પ્રાથમિકતા આપવાળી ટ્રેન હતી. તેની મહત્તમ ગતી 140 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે રાજધાની અને દૂરાંતો જેટલી હતી. 

કર્ણાટક વિધાનસભામાં કાળો જાદુ? મુખ્યમંત્રીના ભાઈ લીંબુ લઈને આવ્યાં
બિહારથી પહેલી ટ્રેનની શરૂઆત કરી હતી
પૂર્વ રેલમંત્રી લાલુ યાદવે સૌથી પહેલા ગરીબ રથ સહરસા (બિહાર) થી અમૃતસર (પંજાબ) સુધી ચલાવી હતી. તેનું નામ સહરસા અમૃતસર ગરીબરથ એક્સપ્રેસ (Saharsa Amritsar Garib Rath Express) છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More