Home> India
Advertisement
Prev
Next

સમુદ્રમાં વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ રહી છે ઘાતક સબમરીન, જાણો ખાસિયતો

નેવીને કલવરી ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા (INS Vela) મળવાની છે જે આવતી કાલે એટલે કે 25 નવેમ્બરે ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈ જશે. 

સમુદ્રમાં વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ રહી છે ઘાતક સબમરીન, જાણો ખાસિયતો

મુંબઈ: દેશની સુરક્ષાને જોતા ભારત સતત વિધ્વંસક જહાજો અને સબમરીનોના નિર્માણ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે  ભારતીય નેવીને આઈએનએસ વિશાખાપટ્ટનમ(INS Visakhapatnam)  સોંપી હતી અને હવે નેવીને કલવરી ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા (INS Vela) મળવાની છે જે આવતી કાલે એટલે કે 25 નવેમ્બરે ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈ જશે. 

ઈન્ડિયન નેવીમાં સામેલ થઈ ચૂકી છે આ સબમરીન
કલવરી ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલાને મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવી છે. આ અગાઉ આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી અને આઈએનએસ કરંજ ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈ છે. આ તમામ સબમરીન ફ્રાન્સીસી સ્કોર્પીન ક્લાસ સબમરીનની ટેક્નિક પર બનાવવામાં આવી છે અને દુનિયાના ઉત્કૃષ્ટ સબમરીનામાં સામેલ છે. 

Vaccination: લો બોલો! રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને અહીં મળશે દારૂ પર 10% ડિસ્કાઉન્ટ

એકવારમાં 1020 કિમીનું અંતર કાપી શકે છે
આઈએનએસ વેલા 75 મીટર લાંબી છે અને તેનું વજન 1615 ટન છે. જેમાં 35 નૌસૈનિક અને 8 ઓફિસર રહી શકે છે અને તે સમુદ્રની અંદર 37 કિમી (20 નોટિકલ માઈલ) ની ઝડપથી ચાલી શકે છે. એકવારમાં તે 1020 કિમી (550 નોટિકલ માઈલ) નું અંતર સમુદ્રની અંદર કાપી શકે છે અને એકવાર પોતાના બેસમાંથી નીકળ્યા બાદ 50 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. 

આંખના પલકારામાં દુશ્મનના જહાજનો કરશે ખાતમો
આઈએનએસ વેલામાં દુશ્મનના જહાજ પર હુમલો કરવા માટે 18 ટોર્પીડો લાગેલા છે. તેમા ટોર્પીડોની જગ્યાએ 30 સમુદ્રી સુરંગ પણ લગાવી શકાય છે જેનાથી દુશ્મનોના જહાજને તબાહ કરી શકાય છે. આ સબમરીન દુશ્મનના જહાજોને તબાહ કરવા માટે મિસાઈલોથી પણ લેસ છે, જે આંખના પલકારામાં દુશ્મનનો ખાતમો કરી શકે છે. 

MATRIMONY: લગ્નની જાહેરાતમાં વિચિત્ર શરતો, ભાવિ પત્નીની બ્રા સાઈઝ અને કમરનો ઉલ્લેખ કરાતા લોકો ગુસ્સે ભરાયા

ઈન્ડિયન નેવી પાસે હાલ કુલ 16 સબમરીન
ભારતીય નેવીમાં હાલ કુલ 16 સબમરીન છે જેમાં સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન આઈએનએસ અરિહંત ઉપરાંત 4 શિશુમાર  ક્લાસ અને 8 સિંધુ ક્લાસની સબમરીન છે. સ્વદેશમાં બનેલા કલવરી ક્લાસની 3 સબમરીન પણ નેવીમાં સામેલ થઈ છે. આઈએનએસ વેલાના સામેલ થયા બાદ તેની સંખ્યા 17 થઈ જશે. કલવરી ક્લાસની બે વધુ સબમરીન વાગીર અને વાગશીર આગામી વર્ષના અંત સુધીમાં નેવીમાં સામેલ થાય તેવી સંભાવના છે. અરિહંત ક્લાસની સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન અરિઘાતની સમુદ્રી ટ્રાયલ ચાલી રહી છે અને તે આગામી વર્ષ સુધીમાં નેવીમાં સામેલ થાય તેવી સંભાવના છે. નેવી આગામી દાયકા સુધી 9 ન્યૂક્લિયર અને 6 ડીઝલ ઈલેક્ટ્રિક સબમરિન બનાવવાની યોજના પર કામ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More