Home> India
Advertisement
Prev
Next

ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, આપ્યું આ નિવેદન

ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી.

આ પણ વાંચો:- Night Fightમાં સક્ષમ બનશે Indian Army, આ Combat Vehicles કરી રહી છે જરૂરી ફેરફાર

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય સેનાએ ક્યારે પણ ઉશ્કેરવાની કાર્યવાહી કરી નથી, પરંતુ ચીન LAC પર સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યું છે. ચીનના સૈનિકોએ LAC પર હવામાં ફાયરિંગ દ્વારા અતિક્રમણનો પ્રયત્ન પણ કર્યો. 7 સપ્ટેમ્બરના PLAએ ઘુસણખોરીનો પ્રયત્ન પણ કર્યો હતો.

આ પણ વાંચો:- પેંગોંગમાં ભારતીય સેનાએ ફરી દેખાડ્યું પરાક્રમ, ચીની સૈનિકોને ભગાડ્યા: સૂત્ર

પૂર્વ લદાખમાં સોમવારની ઘટના પર ભારતીય સેનાએ કહ્યું, ચીન સ્થિતિને તણાવપૂર્ણ બનાવવા માટે સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાએ ક્યારે પણ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર કરી નથી અને ગોળીબાર સહિત કોઇ આક્રામક રીતનો ઉપયોગ કર્યો નથી. પીએલએના સૈનિકોએ ભારતીય સેનાને ડરાવવાનો પ્રયાસમાં હવામાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો:- ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પોતાના સૈનિકોથી નારાજ થયા ચીનના રાષ્ટ્રપતિ

નિવેદનમાં વધુમાં કહ્યું કે, ગંભીર ઉશ્કેરવા છતાં ભારતીય સેનાએ અત્યંત સંયમ રાખ્યો અને પરિપક્વ તેમજ જવાબદાર રીતે વ્યવહાર કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More