Home> India
Advertisement
Prev
Next

Indian Army એ બદલ્યો જાંબાજ સૈનિકોની યૂનિફોર્મ, જાણો શું છે તેની ખાસિયત

ભારતીય સેના (Indian Army) એ આર્મી ડે (Army Day) પર તેનો નવો કોમ્બેટ યુનિફોર્મ એટલે કે ઓપરેશન દરમિયાન પહેરવામાં આવતો યુનિફોર્મ પ્રદર્શિત કર્યો હતો. પેરાશૂટ રેજિમેન્ટના કમાન્ડો મેદાન પર નવા ડિજિટલ પેટર્નવાળા યુનિફોર્મમાં માર્ચ કરતાં જોવા મળ્ય હતા

Indian Army એ બદલ્યો જાંબાજ સૈનિકોની યૂનિફોર્મ, જાણો શું છે તેની ખાસિયત

નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) એ આર્મી ડે (Army Day) પર તેનો નવો કોમ્બેટ યુનિફોર્મ એટલે કે ઓપરેશન દરમિયાન પહેરવામાં આવતો યુનિફોર્મ પ્રદર્શિત કર્યો હતો. પેરાશૂટ રેજિમેન્ટના કમાન્ડો મેદાન પર નવા ડિજિટલ પેટર્નવાળા યુનિફોર્મમાં માર્ચ કરતાં જોવા મળ્ય હતા. તમને જણાવી દઈએ કે એક દાયકાથી વધુ સમય બાદ સેનાએ પોતાનો યુનિફોર્મ બદલ્યો છે.

સૈનિકો માટે યુનિફોર્મ રહેશે આરામદાયક
નવા યુનિફોર્મમાં ડિજિટલ પેટર્નની સાથે-સાથે કપડામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા યુનિફોર્મમાં 70 ટકા કોટન અને માત્ર 30 ટકા પોલિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી ભારતીય ભેજવાળી અને ગરમ વાતાવરણમાં સૈનિકો માટે યુનિફોર્મ આરામદાયક રહેશે. આ કપડાથી યુનિફોર્મને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે અને તેને સૂકવવામાં ઓછો સમય લાગશે.

ભારતના સ્ટાર્ટ-અપ્સનો સુવર્ણ યુગ હવે શરૂ થઈ રહ્યો છે, નવા ભારતની કરોડરજ્જુ બનવાના છે: મોદી

જંગલો અને રણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે
યૂનિફોર્મને ભારતના જંગલો અને રણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને ઓલિવ ગ્રીનમાં ઉની કાપડ રંગોને મિક્સ કરી યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે જેથી તે સૈનિકને અલગ-અલગ વિસ્તારોમાં છુપાઈ જવા માટે મદદ કરશે. ફેબ્રિક હલકું છે તેથી તેને લાંબા સમય સુધી પહેરવું પણ આરામદાયક રહેશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના 8 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના ગ્રુપે આ યુનિફોર્મ પસંદ કરવા માટે એક વર્ષથી વધુ સમય સુધી સખત મહેનત કરી છે. તેને બનાવવામાં તેને ટકાઉ, હલકો, આરામદાયક અને તમામ ભૂપ્રદેશમાં છુપાવવામાં મદદ આપવાની ખાસિયતનું ધ્યાન રાખવામા આવ્યુ છે. 

યુનિફોર્મ પહેરવાની રીત બદલાશે
નવા યુનિફોર્મ પહેરવાના અંદાજમાં પણ તફાવત છે. હાલમાં ભારતીય સેના જે કોમ્બેટ યુનિફોર્મ પહેરે છે તેમાં શર્ટ પેન્ટની અંદર દબાવીને ઉપરથી બેલ્ટ લગાવવામાં આવે છે. નવો યુનિફોર્મ અન્ય વિદેશી સેનાઓના યુનિફોર્મની જેમ પેન્ટમાંથી બહાર શર્ટને રાખીને પહેરવામાં આવશે. આનાથી સૈનિકોને કામ કરવામાં સરળતા રહેશે.

ચૂંટણી પંચનો કડક નિર્ણય, આ તારીખ સુધી રેલીઓ અને રોડ શો પર રહેશે પ્રતિબંધ

2000 ના દાયકામાં કર્યો હતો પોતાની કોમ્બેટ યૂનિફોર્મમાં ફેરફાર
તમને જણાવી દઈએ કે, ભારતીય સેનાએ 2000 ના દાયકામાં પોતાની કોમ્બેટ યૂનિફોર્મમાં ફેરફાર કર્યો હતો જ્યારે તેણે તેમાં ભારતીય સેના છાપવાનું શરૂ કર્યું હતું. આમ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી આ યૂનિફોર્મની નકલ ન કરી શકાય. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા યુનિફોર્મની નકલ કરવી સરળ નહીં હોય અને તેનાથી આતંકવાદીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે તેવી કોઈ શક્યતા નહીં રહે.

લિટ્ટેના યુનિફોર્મ સાથે નથી કોઈ સમાનતા
ભારતીય સેનાના સૂત્રોએ એ વાતનો પણ ઇનકાર કર્યો છે કે નવો યુનિફોર્મ શ્રીલંકાના તમિલ આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ (LTTE) સાથે કોઈ સામ્યતા ધરાવે છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે ફેબ્રિક કે પેટર્નમાં કોઈ સમાનતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More