Home> India
Advertisement
Prev
Next

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ વાહનો પર ગોળીઓનો વરસાદ કરી દીધો. ત્યારબાદ વાયુસેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ ઘટનામાં 5 જેટલા સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ  ખસેડાયા છે. 

ઘટના બાદ તરત જ સ્થાનિક રાષ્ટ્રીય રાયફલ્સના યુનિટે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. 

આ ઘટના જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાઓની એક શ્રૃંખલામાં નવી છે. ગત મહિને પૂંછ જિલ્લામાં જ એક સેનાના વાહન પર આતંકીઓએ ગ્રેનેડ  હુમલો કર્યો હતો. જેમાં કેટલાક જવાનો ઘાયલ થયા હતા. 

બીજી બાજુ સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં નાકાબંધી કરી લીધી છે અને લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ વિશે તરત જ પોલીસને જાણ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More