Home> India
Advertisement
Prev
Next

VIDEO : કેરળમાં એરફોર્સનું રેસ્ક્યું, પૂરમાં ફસાયેલી માતા અને દિકરાનો કર્યો બચાવ

કેરળમાં આવેલી કુદરતી આપત્તિઓની વચ્ચે ઇન્ડિયન એરફોર્સનો એક વિડિયો આવ્યો સામે, એરફોર્સના જવાને પૂરમાં ફસાયેલા માસૂમ બાળકને તેની માતા સાથે સફળતાપૂર્વક બચાવ્યા

VIDEO : કેરળમાં એરફોર્સનું રેસ્ક્યું, પૂરમાં ફસાયેલી માતા અને દિકરાનો કર્યો બચાવ

નવી દિલ્હી/ તિરૂવનંકપૂરમ: કેરળમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાતા મોટી સંખ્યામાં લોકો ફસાયા છે, જ્યારે રવિવારે અન્ય બે લોકોના મોત થવાની મૃત્યું આંક 370 સુધી પહોચ્યો છે. પૂરનો સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર અલાપ્પુઝા, એર્નાકુલમ, અને ત્રિશૂરમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ બચાવ કાર્ય દરમિયાન ઇન્ડિયન એરફોર્સનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં એરફઓર્સના એક જવાને પૂરમાં ફસાયેલી એક માતા અને તેના બાળકને સફળતાપૂર્વક બચાવતો દેખાઇ રહ્યા છે.  

 

 

આ સમયે સૌથી વધારે આપત્તિમાંથી પસાર થઇ રહેલા કેરળના અલપ્પુઝા જિલ્લામાં સ્થિત અલ્લેપ્પી કસ્બા વિસ્તારમાં દેખાડવામાં આવી રહ્યો છે. અહિ ઘરની છત પર ફસાયેલી એક માતા અને તેના બાળકને વાયુસેના દ્વારા બચાવી દેવામાં આવ્યા છે, કમાન્ડર પ્રશાંતના નેતૃત્વમાં ગરૂડ સ્પેશલ ફોર્સ દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવતા બચાવ કાર્યમાં એક માતા અને તેના બાળકને બચાવી લેવામાં આવ્યા છે.  

 

 

અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને પાછુ ખેચી લેવામાં આવ્યું છે. અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગે રવિવારે અનુમાન લગાવ્યું છે, કે રાજ્યમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે. છેલ્લા ત્રણ દિવસથી જે લોકો પાણી અને ભોજન વિના ફસાઇ રહ્યા છે. તેમને ફૂડ પેકેટ પહોચાડવાની તથા બચાવ કાર્ય કરવાની કામગીરી ચાલી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More