Home> India
Advertisement
Prev
Next

#IndiaKaDNA: શું 2024 સુધીમાં PoK ભારતનું થઈ જશે? રક્ષામંત્રી રાજનાથ સિંહનો જવાબ ખાસ જાણો 

IndiaKaDNA E-Conclaveમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતનું માથું કોઈ પણ સંજોગોમાં નમવા દઈશું નહીં. રાજનાથ સિંહે ZEE Newsના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે લદાખમાં LAC પર ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદ (India-China Border Dispute), નેપાળના નવા નક્શા વિવાદ અને પીઓકે (PoK) પર ખુલીને વાતચીત કરી. 

#IndiaKaDNA: શું 2024 સુધીમાં PoK ભારતનું થઈ જશે? રક્ષામંત્રી રાજનાથ સિંહનો જવાબ ખાસ જાણો 

નવી દિલ્હી: IndiaKaDNA E-Conclaveમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતનું માથું કોઈ પણ સંજોગોમાં નમવા દઈશું નહીં. રાજનાથ સિંહે ZEE Newsના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે લદાખમાં LAC પર ચાલી રહેલા ભારત-ચીન સરહદ વિવાદ (India-China Border Dispute), નેપાળના નવા નક્શા વિવાદ અને પીઓકે (PoK) પર ખુલીને વાતચીત કરી. 

#IndiaKaDNA: બહારની કંપનીઓ વિચારો પર રોક લગાવી શકે નહીં: રવિશંકર પ્રસાદ 

પીઓકે પર રક્ષામંત્રીએ કહ્યું કે ભારતની સંસદે પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. સંસદનો આ સંકલ્પ છે કે અમે પીઓકે લઈને રહીશું અને અમારે તેને પૂરો કરવાનો છે. શું ભારત 2024 પહેલા પીઓકેને પાકિસ્તાન પાસેથી લઈ લેશે જેનો જવાબ આપતા રક્ષામંત્રીએ કહ્યું કે આપણી સંસદનો સંકલ્પ છે. જો કે તેમણે સીધી રીતે કશું પણ કહેવાની ના પાડી દીધી પરંતુ ઈશારામાં કહ્યું કે અમે પીઓકેને પાકિસ્તાન પાસેથી પાછું લઈને રહીશું. 

#IndiaKaDNA: UPમાં તબલીગી જમાત બની પડકાર: CM યોગી આદિત્યનાથ

લદાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર રાજનાથ સિંહે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે અગાઉ પણ આવી ઘટનાઓ ઘટેલી છે. હાલના સમયમાં બંને બાજુ ફોર્સ છે પરંતુ ભારત અને ચીન વચ્ચે મિલેટ્રી લેવલે વાતચીત ચાલુ છે. તેમણે કહ્યું કે અમે ભારતનું માથું કોઈ પણ સંજોગોમાં ઝૂકવા દઈશું નહીં. પીએમ મોદીના નેતૃત્વમાં અમે આ સમસ્યા ઉકેલી લઈશું. 

તેમણે કહ્યું કે અમે ન તો કોઈ દેશને નમાવવા માંગીએ છીએ કે ન તો અમારા દેશને ઝૂકવા દઈશું. ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને અમે વાતચીતથી ઉકેલવાની કોશિશ કરી રહ્યાં છીએ. 

નેપાળ નક્શા વિવાદ પર રાજનાથ સિંહે કહ્યું કે નેપાળ ભારતનો ભાઈ છે. તેની સાથે આપણા ભાવનાત્મક સંબંધ છે. અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે આ સંબંધોમાં ખટાશ આવે. અમે આ મુદ્દાને વાતચીતથી ઉકેલી લઈશું. નેપાળને ચીન ઉક્સાવી રહ્યું છે એવો સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે હું અહીં કોઈના પર આરોપ નથી લગાવતો પણ એવું બની શકે છે. 

fallbacks

પીઓકે ભારતનું અભિન્ન અંગ, પાછું લઈને રહીશું- વી કે સિંહ

કેન્દ્રીય રોડ પરિવહન રાજ્ય મંત્રી વી કે સિંહે આજે કહ્યું કે સરહદ પર ઝડપથી રોડ બનાવવામાં આવી રહ્યાં છે. પહાડોના કારણે સરહદ પર રોડ નિર્માણનું કામ મુશ્કેલ છે. કાંઠાના વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. દેશને દિશા આપનારા આ  DNA E-Conclaveમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભારત માલા પરિયોજના પર ઝડપથી કામ ચાલુ છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે ભારત અને ચીનની સેનામાં મોટું અંતર છે. ચીનમાં લોકોને જબરદસ્તીથી સૈનિક બનાવવામાં આવે છે. 1962ના યુદ્ધ અંગે તેમણે કહ્યું કે 1962ના નેતૃત્વમાં નબળાઈ હતી. જ્યાં મજબુતીથી લડ્યા ત્યાં જીત મળી. જ્યાં પાછળ હટવાનું કહેવાયું ત્યાં હાર્યાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More