Home> India
Advertisement
Prev
Next

#IndiaKaArth: 'અર્થ મહોત્સવ'માં બોલ્યા અમિત શાહ, જેમ દૂધમાં સાકર ભળેલી છે તેમ આપણા DNAમાં લોકતંત્ર છે


ત્રણ દિવસીય સાંસ્કૃતિક પર્વઃ અર્થ સાંસ્કૃતિક મહોત્સવ (Arth: A culture fest)નો આજે બીજો દિવસ છે. 
 

#IndiaKaArth: 'અર્થ મહોત્સવ'માં બોલ્યા અમિત શાહ, જેમ દૂધમાં સાકર ભળેલી છે તેમ આપણા DNAમાં લોકતંત્ર છે

નવી દિલ્હીઃ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ચાલી રહેલા 'અર્થ (Arth: A Culture Fest)'નો આજે બીજો દિવસ છે. ત્રણ દિવસીય મહોત્સવ ભારતના વિદ્ધવાનો, દાર્શનિકો, લેખકો, કલાકારો અને શિલ્પકારોની ભાગીદારીનું સાક્ષી બની રહ્યું છે. આ સિલસિલામાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ આ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, 'હું ZEE NEWSના આ પ્રયાસની પ્રશંસા કરુ છું. આપણા બધાના માથા પર એક જવાબદારી છે, આપણે સંસ્કૃતિને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. વિશ્વની ઘણી સમસ્યાઓનું સમાધાન આપણી સંસ્કૃતિ પાસે છે.'

શાહે આગળ કહ્યું, 'જેમ દૂધમાં સાકર ભળી છે તેમ આપણા ડીએનએમાં લોકતંત્ર છે. આપણી સંસ્કૃતિને જો સમજવી છે તો બહારની ભાષાથી ન સમજી શકો આપણી ભાષાથી સમજવી પડશે. જ્યારે પણ તમે કોઈ સાથે વાત કરો તો પોતાની ભાષામાં શરૂ કરો.'

ગૃહપ્રધાન અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, 'ભારતની સંસ્કૃતિને માત્ર સાંસ્કૃતિક કારણોથી જીવિત બનાવવી જરૂરી નથી. હું તે માનુ છું કે વિશ્વની ઘણી સમસ્યાનું સમાધાર આપણી સંસ્કૃતિમાં છે. તેથી આપણી સંસ્કૃતિનું રક્ષણ જરૂરી છે. આપણા પર જવાબદારી છે કે જે હજારો વર્ષથી જે સંસ્કૃતિનો પ્રવાસ અવિતર રૂપે મળ્યો છે. તેને હજારો વર્ષ સુધી આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ.'

શાહીન બાગના પ્રદર્શનકારીઓએ નોઇડા-ફરીદાબાદ વાળો રસ્તો ખોલ્યો

પોતાના સંબોધનમાં ગૃહપ્રધાને કહ્યું, 'આપણી પરંપરામાં વેદોમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની તમામ દિશાઓમાંથી સારા વિચાર આપણે મળે, આપણે બધા સારા વિચારોનું ગ્રહણ કરીએ અને વિશ્વની પ્રગતિ માટે કામ કરીએ, આ આપણી સંસ્કૃતિનો મૂળ વિચાર છે. દરેક દેશની ઓળખ તેની સરહદો, ભૂગોળ અને તેની રાજ્ય વ્યવસ્થાના આધાર પર થાય છે. ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જે દેશ નથી, જિયો-કલ્ચરલ (Geo-Cultural) દેશ છે. ગુલામીના આટલા વર્ષો બાદ પણ આપણે આપણી સંસ્કૃતિને આગળ વધારતા રહ્યાં છીએ. ભાષા બચશે તો સંસ્કૃતિ બચશે.'

અર્થ  (Arth: A Culture Fest) ભારતની માટીની સુગંધ, પરંપરા, વારસો, ઈતિહાસ, કલા અને સંસ્કૃતિની સુગંધનો અનુભવ કરનાર નાર ભારતનું પ્રથમ બહુ-ક્ષેત્રીય સાંસ્કૃતિનો તહેવાર છે. અર્થ કલ્ચર ફેસ્ટિવલનો હેતુ ભારતીય સંસ્કૃતિ, કળા, ઇતિહાસ, પરંપરાથી યુવા પેઢીને પરિચિત કરાવવા અને પ્રાચીન ભારતને આધુનિક યુગ સાથે જોડવાનો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More