Home> India
Advertisement
Prev
Next

LIVE: ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહના ઘરે બેઠક પુર્ણ, વિદેશ મંત્રી, આર્મી ચીફ અને CDS હાજર

 ભારત અને ચીન વચ્ચે ગત્ત એક મહિનાથી ચાલી રહેલો તણાવ હવે ચરમ પર પહોંચી ચુક્યો છે. સોમવારે રાત્રે ગલવાન ખીણ નજીક ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ થયું. આ હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાના એક અધિકારી શહીદ થયા હતા. ભારતીય સેનાએ આ મુદ્દે અધિકારીક નિવેદન આપ્યું છે. વિપક્ષની માંગ છે કે, હવે સરકારે સ્થિતી અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં ઘરે બેઠક યોજાઇ હતી. જેમાં ચીફ ઓફ આર્મી ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. 

LIVE: ચીન સાથે તણાવ વચ્ચે રાજનાથ સિંહના ઘરે બેઠક પુર્ણ, વિદેશ મંત્રી, આર્મી ચીફ અને CDS હાજર

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ગત્ત એક મહિનાથી ચાલી રહેલો તણાવ હવે ચરમ પર પહોંચી ચુક્યો છે. સોમવારે રાત્રે ગલવાન ખીણ નજીક ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ થયું. આ હિંસક ઘર્ષણમાં ભારતીય સેનાના એક અધિકારી શહીદ થયા હતા. ભારતીય સેનાએ આ મુદ્દે અધિકારીક નિવેદન આપ્યું છે. વિપક્ષની માંગ છે કે, હવે સરકારે સ્થિતી અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં ઘરે બેઠક યોજાઇ હતી. જેમાં ચીફ ઓફ આર્મી ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. 

ઘર્ષણ બાદ ચીન વિક્ટિમકાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું છે, લગાવ્યો મોટો આરોપ

સંરક્ષણ મંત્રીનાં આવાસ પર બેઠક પુર્ણ કર્યા બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને વિદેશ મંત્રી એસ. જયશંકર નિકળી ચુક્યા છે. આજે થયેલી આ બીજી સમીક્ષા બેઠક હતી. 

આપણે જેટલો કોરોનાને અટકાવીશું તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે: PM મોદી

સંરક્ષણ મંત્રીને મળવા માટે પહોંચ્યા સીડીએસ
લદ્દાખમાં સીમા પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળવા માટે તેમના આવાસ ખાતે પહોંચ્યા હતા. 

ભારતીય સેનાના 3 જવાન શહીદ, 4 ચીની સૈનિકો માર્યા ગયા, તો શું ભારત-ચીન વચ્ચે યુદ્ધની શરૂઆત?

ચીન પર ભરોસો કરી શકાય નહી
એલએસી પર થેલા હિંસક ઘર્ષણ મુદ્દે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બિક્રમ સિંહે કહ્યું કે, ખોટું બોલવું ચીનનાં ડીએનએમાં છે. ચીન પર વિશ્વાસ ન કરવો જોઇએ.આ મુદ્દે સમાધાન તેટલું જ ઝડપથી નહી આવે.જનરલ સિંહે કહ્યુ કે, સેનાએ એલએસી પર દરેક સ્થળે સૈનિકોને ફરજ પર મુક્યા છે. સેના આંખોમાં આંખ નાખીને વાત કરી રહી છે. 

લદાખમાં હિંસક ઝડપ દરમિયાન ચીનના 3-4 સૈનિકો માર્યા ગયા-સૂત્ર

ચીન સાથેના વિવાદ અંગે વિપક્ષ માંગી રહ્યું છે સ્પષ્ટતા
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાએ ગલવાનથી આવી રહેલા રિપોર્ટને ચિંતાજનક ગણાવ્યા હતા. તેમણે સવાલ કર્યો કે, ડેએસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન આપણા સૈનિકોએ જીવ કેમ ગુમાવવા પડ્યાં. રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી ચીન સાથે સીમા વિવાદની સ્પષ્ટ તસ્વીર દેશ સમક્ષ મુકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More