Home> India
Advertisement
Prev
Next

Corona પર ભારતની મોટી જીત, 32 મહિના બાદ આજે દેશમાં એકપણ મોત નહી

Covid-19: દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી ગઇ છે. આજે મંગળવારે ભારતે ગત 24 કલાકમાં એક પણ Covid-19 મૃત્યું નોંધાયું નથી. માર્ચ 2020 બાદ આવું પહેલીવાર થયું છે. 

Corona  પર ભારતની મોટી જીત, 32 મહિના બાદ આજે દેશમાં એકપણ મોત નહી

Corona Update India: કોરોના કેસ બીજા દેશોમાં ભલે વધી રહ્યા હોય પરંતુ ભારતમાં મહામારીની ચાલ ધીમી પડી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે ગત 24 કલાકમાં દેશમાં 625 કોવિડ-19 ના કેસ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 9 એપ્રિલ 2020 બાદ આટલા ઓછા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 2020 બાદ આ પ્રકારના પહેલાં ઉદાહરણમાં 24 કલાકના સમયગાળામાં એકપણ મોત થયું નથી. સવારે 8 વાગે અપડેટ કરવામાં આવેલા દેશમાં સંક્રમણની સંખ્યા 4,46,62,141 થઇ ગયા છે. જ્યારે સક્રિય કેસ ઘટીને 14,021 થઇ ગયા છે. મૃતકોની સંખ્યા 5,30,509 થઇ છે. 

9 એપ્રિલ 2020 ના રોજ એક દિવસમાં 540 નવા કેસ સામે આવ્યા હતા. માર્ચ 2020 બાદથી આ પ્રકારથી પ્રથમ ઘટનામાં દેશમાં ગત 24 કલાકમાં એકપણ મોત થયું ન હોય. કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિ ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ શિકાર થયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટના અનુસાર સક્રિય કેસમાં કુલ કેસના 0.03 ટકા સામેલ છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ 19 રિકવરી દર વધીને 98.78 ટકા થઇ ગઇ છે. 

બિમારીથી સ્વસ્થ્ય થનારાઓની સંખ્યા વધીને 4,41,17,611 થઇ ગઇ છે, જ્યારે મૃત્યું દર 1.19 નોંધાઇ છે. મંત્રાલયની વેબસાઇટના અનુસાર રાષ્ટ્રવ્યાપી કોવિડ 19 રસીકરણ અભિયાન અંતગર્ત અત્યાર સુધી દેશમાં કોવિડ વેક્સીનની 219.74 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

ભારતના કોવિડ 19 ટેલી 7 ઓગસ્ટ ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર થઇ ગયો હતો. આ 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખને પાર થઇ ગયો હતો. 29 ઓક્ટોબરના રોજ 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડને આંકડો પાર થઇ ગયો. ભારતમાં 4 મે ના રોજ 4 કરોડ કેસને પાર કરી ગયા હતા. 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More