Home> India
Advertisement
Prev
Next

દેશમાં Corona સંકટ યથાવત, સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 36 હજાર 946 દર્દીઓ સાજા થયા છે. તો હાલ દેશમાં કોરોના વાયરસના 4 લાખ 12 હજાર 718 એક્ટિવ કેસ છે. 

દેશમાં Corona સંકટ યથાવત, સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટ સતત યથાવત છે. દેશમાં પાછલા સપ્તાહે દરરોજ લગભગ નવા કેસ 40 હજારને પાર આવી રહ્યાં છે અને સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 40 હજાર 134 કેસ સામે આવ્યા છે. તો ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે, જે એક ચિંતાનો વિષય છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 36 હજાર 946 દર્દીઓ સાજા થયા છે. તો હાલ દેશમાં કોરોના વાયરસના 4 લાખ 12 હજાર 718 એક્ટિવ કેસ છે. આ આંકડો થોડા સમય પહેલા ચાર લાખથી નીચે આવી ગયો હતો. આ દરમિયાન કોરોનાથી 422 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાએ 4 લાખ 24 હજાર 773 લોકોના જીવ લીધા છે. 

એક્ટિવ કેસ કુલ સંક્રમણના 1.31 ટકા છે. તો દૈનિક સંક્રમણ દર પણ 5 ટકાથી નીચે યથાવત છે. 

દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3 કરોડ 8 લાખ 57 હજાર દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. તો કોરોનાથી સાજા થનારાનો દર પણ 97.35 ટકા પર પહોંચી ગયો છે. 

આ પણ વાંચોઃ ઓગસ્ટમાં જોવા મળશે કોરોનાની ત્રીજી લહેરનો કહેર, ઓક્ટોબરમાં પહોંચશે પીક પરઃ રિપોર્ટ

દેશમાં દરરોજ આવતા 40 હજાર કેસમાં કેરલનું સૌથી મોટુ યોગદાન છે. રાજ્યમાં છેલ્લા છ દિવસથી સતત કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ આવી રહ્યાં છે. રવિવારે પણ અહીં કોવિડના 20728 નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 34,11,489 થઈ ગઈ છે. તો વધુ 56 દર્દીઓના મૃત્યુ બાદ મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 16,837 થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More