Home> India
Advertisement
Prev
Next

#IndiakaDNA: કેમ છાશવારે મોડી પડતી હતી ટ્રેનો? પીયૂષ ગોયલે કર્યો મોટો ખુલાસો 

ભારતીય ટ્રેનોની લેટ લતીફી છેલ્લા કેટલાક સમયથી ઓછી થઈ ગઈ છે. હવે ભવિષ્યમાં પણ ટ્રેનો મોડી પડશે નહીં. જેની પાછળનું એક કારણ મોદી સરકારે ઉઠાવેલું એક મહત્વનું પગલું છે.

#IndiakaDNA: કેમ છાશવારે મોડી પડતી હતી ટ્રેનો? પીયૂષ ગોયલે કર્યો મોટો ખુલાસો 

નવી દિલ્હી: ભારતીય ટ્રેનોની લેટ લતીફી છેલ્લા કેટલાક સમયથી ઓછી થઈ ગઈ છે. હવે ભવિષ્યમાં પણ ટ્રેનો મોડી પડશે નહીં. જેની પાછળનું એક કારણ મોદી સરકારે ઉઠાવેલું એક મહત્વનું પગલું છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ઝી ન્યૂઝના મંચ પર રાજનીતિના મહાસંવાદ IndiakaDNAમાં કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલે ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે વાતચીતમાં ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે કઈ રીતે લેટ દોડતી ટ્રેનોના ડેટા નીચેથી ઉપર સુધી આવતા આવતા ઠીક કરી દેવાતા હતાં. તેના પર લગામ લગાવવા માટે રેલવે દ્રારા ડેટા લોગરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ડેટા લોગરો દ્વારા જ ટ્રેનોની લેટ લતીફીની સ્થિતિ જાણી શકાઈ. 

#IndiaKaDNA: બે તૃતીયાંશ બહુમતની સાથે ફરી અમારી સરકાર બનશે- પીયૂષ ગોયલ

રેલવે મંત્રી પીયૂષ ગોયલે વાતચીતમાં કહ્યું કે રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભળ્યા બાદ મેં ટ્રેનો મોડી પડતી હતી તે વાતને ગંભીરતાથી લીધી. તેમણે જણાવ્યું કે આ અંગે જ્યારે તેમને આંકડા બતાવવામાં આવતા તો તેઓ સમજી શકતા નહતા કે આખરે લેટ હોવા છતાં કાગળોમાં કેમ ટ્રેનો  બરાબર ચાલતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે ત્યારબાદ મેં આ સમસ્યાના મૂળમાં જઈને વિશ્લેષણ કર્યું. 

રેલવે મંત્રીએ જણાવ્યું કે પહેલા સ્ટેસન માસ્ટર ટ્રેનના આગમન- પ્રસ્થાનનો ડેટા લખતો હતો, જે આગળ જતા જતા ઠીકઠાક કરી દેવાતો હતો. એટલે કે ટ્રેન લેટ થવાનો રેકોર્ડ કાગળો પર ફેરબદલ કરી દેવાતો હતો. તેની જગ્યાએ લખી દેવાતું હતું કે ટ્રેન ટાઈમસર છે. ત્યારબાદ અમે દરેક જંકશન પર 96 ડેટા લોગર લગાવ્યાં. તેના પર ફક્ત એક કરોડનો ખર્ચ થયો. ત્યારબાદ ડેટા વચ્ચેની હેરાફેરીનો કોઈ સવાલ જ ન રહ્યો. 

#IndiaKaDNA: પાકિસ્તાન આખી દુનિયામાં કટોરો લઈને ફરી રહ્યું છે- જનરલ વી. કે. સિંહ

રેલવે મંત્રીએ જણાવ્યું કે 31 માર્ચ સુધી ટ્રેનોની લેટલતીફીના રેકોર્ડને લઈને આ વ્યવસ્થા હતી. પરંતુ ત્યારબાદ એક એપ્રિલ 2019થી એટલે કે આજથી એક વર્ષ પહેલા 96 ડેટા લોગરોએ કામ કરવાનું શરૂ કરી દીધું. હવે મારી પાસે યોગ્ય ડેટા છે અને હું તેના પર કાર્યવાહી કરી શકું છું. હવે અમે એક એક ઝોન પર કામ કરીએ છીએ. 17 ઝોન દિવસ દિવસભર બેસીને કામ કરે છે. અમે કાર્યવાહી કરી અને અમે ટ્રેનોને સમયસર દોડાવવામાં સફળ થયા. હવે ટ્રેનો લેટ પડતી નથી. કારણ કે સતત નિગરાણી થઈ રહી છે. 

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More