Home> India
Advertisement
Prev
Next

Corona: જીવલેણ કોરોના પર મળ્યા અત્યંત રાહતના સમાચાર, ખાસ જાણો 

કોરોના વાયરસને પછાડવામાં ભારતના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

Corona: જીવલેણ કોરોના પર મળ્યા અત્યંત રાહતના સમાચાર, ખાસ જાણો 

નવી દિલ્હી: રોજેરોજ કોરોના વાયરસ (Corona Virus) ના અઢળક કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર (Good News) પણ મળ્યા છે. કોરોના વાયરસને પછાડવામાં ભારતના પ્રયત્નો રંગ લાવી રહ્યા છે. ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે. ભારતે આ મામલે અમેરિકાને પણ પછડાટ આપી છે. આરોગ્ય મંત્રાલયે આંકડા બહાર પાડીને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 95 હજાર 885 લોકો સ્વસ્થ થયા છે. તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 93 હજાર 337 દર્દીઓ નોંધાયા છે. જે સ્વસ્થ થયેલા દર્દીઓ કરતા ઓછા છે. એટલે કે જેટલા નવા દર્દીઓ નોઁધાય છે તેના કરતા વધુ દર્દીઓ સાજા થઈ જાય છે. હાલ દેશમાં કોરોનાના દર્દીઓ 53 લાખ પાર થયા છે. જેમાંથી 42 લાખ લોકો સાજા થયા છે. 

ખેડૂતો માટે 'સુરક્ષા કવચ' કહેવાતા બિલ પર આખરે કેમ ખેલાઈ રહ્યું છે રાજકારણ? 

છેલ્લા 24 કલાકમાં નવા 93,337 દર્દીઓ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં 93,337નો વધારો થયો છે. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો 53,08,015 થયો છે. જેમાંથી 10,13,964 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 42,08,432 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. એક જ દિવસમાં કોરોનાથી 1,247 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 85,619 પર પહોંચ્યો છે. 

વિશ્વસ્તરે ભારત કોરોના વાયરસ મહામારીથી પીડિત બીજો સૌથી મોટો દેશ છે. દુનિયાભરના કુલ કેસમાંથી લગભગ 17 ટકા કેસ ભારતમાં છે. દેશનો રિકવરી રેટ હવે 79.28 ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેનો શ્રેય કેન્દ્ર સરકારની મજબૂત રણનીતિ, નક્કર ઉપાયો માટે આક્રમક પરીક્ષણ, પ્રાથમિક તપાસ, સ્પીડી ટ્રેકિંગ અને નિગરાણી માટે ઉઠાવવામાં આવેલા પગલાને આપ્યો છે. 

આંકડા મુજબ માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ દેશમાં અત્યાર સુધીમાં 16,86,769 નવા કેસ સામે આ્યાં જ્યારે 21150 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 19.10 ટકા છે. જ્યારે ડેથ રેટ 1.61 ટકા છે. પોઝિટિવિટી રેટ 10.58 ટકા છે. 

Corona Updates: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક મહિનામાં એક કરોડ નવા દર્દીઓ

વિશ્વમાં એક મહિનામાં એક કરોડ દર્દીઓ
વૈશ્વિક સ્તરે પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્થિતિ એવી છે કે છેલ્લા એક મહિનામાં જ કોરોનાના એક  કરોડ જેટલા દર્દીઓ સામે આવ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ 3 કરોડને પાર ગયા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા સંકલિત આંકડાઓથી આ જાણકારી સામે આવી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ વૈશ્વિક કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 30 મિલિયન એટલે કે 3 કરોડને પાર કરી ગઈ છે. આ ઉપરાંત શુક્રવાર સુધીમાં કોરોના વાયરસના કારણે 9 લાખ 44 હજાર જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 

ખાખીનો રોફ 'દિવ્યાંગ' પર? પોલીસ કોન્સ્ટેબલે નજીવા કારણસર દિવ્યાંગને ઢોર માર માર્યો, VIDEO વાયરલ

યુનિવર્સિટીના રિસર્ચર્સના આંકડા મુજબ દુનિયાભરમાં ગુરુવારે કોવિડ-19ના કેસની સંખ્યા 3 કરોડ પાર ગઈ. જેમાંથી અડધાથી વધુ કેસ તો માત્ર ત્રણ દેશો અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં જ છે. માત્ર એક મહિનામાં સંક્રમિતોની સંખ્યામાં એક કરોડનો વધારો  થયો છે. દુનિયામાં 12 ઓગસ્ટના રોજ સંક્રમણનો આંકડો બે કરોડને પાર ગયો હતો. જ્યારે હવે 3 કરોડને પાર ગયો છે. 

અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ 66,75,560 નોંધાયા છે અને ત્યારબાદ ભારતમાં 52 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. ત્યારબાદ બ્રાઝિલમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More