Home> India
Advertisement
Prev
Next

100 crore Corona Vaccination in India: કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જી નાખ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર, PM મોદીએ કહી આ વાત

ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે  ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે.

100 crore Corona Vaccination in India: કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જી નાખ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર, PM મોદીએ કહી આ વાત

નવી દિલ્હી: ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે  ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે. આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે 280 દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો 100 કરતા પણ  ઓછી થઈ ગઈ છે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
દેશમાં કોવિડ 19 રસીકરણનો આંકડો 100 કરોડ પાર પહોંચવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા ડોક્ટરો, નર્સો અને તમામ તે લોકોનો આભાર જેમણે આ ઉપલબ્ધિ મેળવવા માટે કામ કર્યું. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે ભારતે 100 કરોડ કોવિડ રસી લગાવવાની ખુબ મોટી ઉપલબ્ધિ મેળવી છે. આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સ્વર્ણિમ દિવસ તરીકે નોંધાશે. આપણે 100  કરોડ રસી ફક્ત 9 મહિનામાં લગાવી છે. 

આ અવસરે પીએમ મોદી દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં ફ્રન્ટ લાઈન વર્કર્સ સાથે મુલાકાત કરી. 

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલે કોરોના રસીકરણના 100 કરોડના આંકડાને પાર કરવા બદલ ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ માટે 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવું તે ખુબ મોટી ઉપલબ્ધિ છે. ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત 9 મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. 

ડો. પુનમ ખેત્રપાલ સિંહ (રિજનલ ડાયરેક્ટર, WHO સાઉથ ઈસ્ટ એશિયા) એ 100 કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ ભારતને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે એક વધુ માઈલસ્ટોન પાર કરવા બદલ ભારતને શુભેચ્છા. 

અત્રે જણાવવાનું કે આજે દેશભરમાં 100 સ્મારકોને તિરંગાથી રોશન કરવાની યોજના છે. લાલ કિલ્લા પર 225 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવશે. જેનું વજન લગભગ 1400 કિગ્રા છે. 

ભારતમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,454 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 1,78,831 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 98.15% થયો છે. જે ગત માર્ચ 2020 બાદ સૌથી વધારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More