Home> India
Advertisement
Prev
Next

Video: સ્વતંત્રતા દિવસે ભારતે રચ્યો ઈતિહાસ, PM મોદીએ પણ ખાસ કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણ દરમિયાન કેન્દ્રની આત્મનિર્ભર ભારત પહેલ વિશે બોલતા આ તોપનો પણ ઉલ્લેખ કર્યો. જાણો શું છે 21 તોપની સલામીની પરંપરા અને આ મેડ ઈન ઈન્ડિયા તોપની ખાસિયતો.....

Video: સ્વતંત્રતા દિવસે ભારતે રચ્યો ઈતિહાસ, PM મોદીએ પણ ખાસ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી: લાલ કિલ્લાની પ્રાચીર પરથી આજે પીએમ મોદીએ સતત 9મીવાર તિરંગો ફરકાવ્યો. સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન પહેલીવાર દેશમાં વિક્સિત હોવિત્સર તોપ ATAG નો ઉપયોગ કરવામાં આવ્યો. આઝાદીના 75 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું કે જ્યારે લાલ કિલ્લા પર તિરંગાને 21 તોપની સલામી આપવા માટે મેડ ઈન ઈન્ડિયા તોપનો ઉપયોગ કરાયો. DRDO દ્વારા વિક્સિત એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS)નો ઉપયગો પરંપરાગત બ્રિટિશમૂળના '25 પાઉન્ડર્સ' આર્ટિલરી ગન સાથે કરવામાં આવ્યો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણ દરમિયાન કેન્દ્રની આત્મનિર્ભર ભારત પહેલ વિશે બોલતા આ તોપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે "આજે આઝાદી બાદ 75 વર્ષમાં પહેલીવાર, તિરંગાને અપાતી 21 તોપની સલામીમાં મેડ ઈન ઈન્ડિયા આર્ટિલરી ગનનો ઉપયોગ કરાયો. તમામ  ભારતીય આ ધ્વનિથી પ્રેરિત અને સશક્ત હશે. આજે દેશની સેનાના જવાનોનું હ્રદયથી અભિનંદન કરવા માંગુ છું. મારી આત્મનિર્ભરતાની વાતને સંગઠિત સ્વરૂપમાં, સાહસના સ્વરૂપમાં, સેનાના જવાનો અને સેનાનાયકોએ જે જવાબદારીથી ખભે ઉપાડી, તેમને આજે હું સલામ કરું છું."

શું છે આ 21 તોપની સલામીની પરંપરા
જ્યારે પ્રધાનમંત્રી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારબાદ મિલિટ્રી બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ત્યારે એક આર્ટિલરી રેજિમેન્ટ દ્વારા ઔપચારિક રીતે 21 તોપની સલામી આપવામાં આવે છે. આમ તો તોપની સલામીની પરંપરા પશ્ચિમી દેશોની નેવી દ્વારા શરૂ કરાઈ હતી. ત્યાં બંદરોથી અવરજવર કરતા જહાજોથી તોપ એક ખાસ પ્રકારે ચલાવવામાં આવતી હતી જેથી કરીને એવું વ્યકત કરી શકાય કે તેમનો લડાઈનો કોઈ ઈરાદો નથી. ત્યારબાદ આ પરંપરાને સન્માન આપવા સ્વરૂપે આગળ વધારવામાં આવી. જેમ કે ક્રાઉન, રોયલ્સ, સૈન્ય કમાન્ડરો અને રાજ્યોના પ્રમુખોના અધિકૃત સ્વાગત માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. 

Independence Day 2022: સંબોધન દરમિયાન ભાવુક થઈ ગયા PM મોદી, કહ્યું- નારીનું અપમાન સ્વીકાર્ય નથી

ભારતને આ પરંપરા બ્રિટિશ શાસકો તરફથી વારસામાં મળી છે. આઝાદી અગાઉ સર્વોચ્ચ સલામી 101 તોપોની સલામી હતી. જેને શાહી સલામી તરીકે ગણવામાં આવતી હતી. તે ફક્ત ભારતના સમ્રાટ એટલે કે બ્રિટિશ ક્રાઉનને અપાતી હતી. 101 ઉપરાંત 31 અન 21 તોપની સલામીનો ઉપયોગ થવા લાગ્યો. ભારતમાં ગણતંત્ર દિવસે, સ્વતંત્રતા દિવસે અને અન્ય અવસરોની સાથે સાથે રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહ સમયે પણ 21 તોપની સલામી અપાય છે. 

ATAGS ની ખાસિયતો
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી આ પરંપરાને નિભાવવા માટે ભારતમાં બ્રિટિશ તોપનો ઉપયોગ થતો હતો. આજે જે સ્વદેશી તોપનો ઉપયોગ કરી સલામી અપાઈ તેને DRDO એ વિક્સિત કરી છે. ATAGS એક સ્વદેશી 155મિમી x 52 કેલિબર હોવિત્ઝર ગન (તોપ) છે. જેને DRDO દ્વારા પોતાની પુણે સ્થિત નોડલ એજન્સી ARDE (આયુધ અનુસંધાન અને વિકાસ પ્રતિષ્ઠાન) સાથે મળીને વિક્સિત કરાઈ છે. 

Independence Day 2022: 'દેશ સામે બે મોટા પડકાર...પૂરી તાકાત સાથે લડવાનું છે', જાણો PM મોદીના સંબોધનની મહત્વની વાતો

DRDO દ્વારા ડિઝાઈન અને વિક્સિત સંપૂર્ણ રીતે સ્વદેશી તોપ ATAGS 155 એમએમ કેલિબર ગન સિસ્ટમ છે. તેમાં 48 કિલોમીટરની ફાયરિંગ રેન્જ સામેલ છે. ઉચ્ચ ગતિશિલતા, ત્વરિત તૈનાતી, સહાયક શક્તિ પદ્ધતિ, એડવાન્સ કમ્યુનિકેશન સિસ્ટમ, રાત સમયે ડાઈરેક્ટ ફાયર સિસ્ટમમાં ઓટોમેટિક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ જેવા એડવાન્સ્ડ ફીચર્સ છે. આ એક વિશ્વસ્તરીય પ્રણાલી છે જે ઝોન 7માં બાઈમોડ્યૂલર ચાર્જ સિસ્ટમને ફાયર કરવામાં સક્ષમ છે. 

હોવિત્ઝર શબ્દ લાંબા અંતરની તોપોની શ્રેણી માટે ઉપયોગમાં લેવાય છે. સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલા ATAGSના કેટલાક અભ્યાસ ફાયરિંગ સેશન પણ આયોજિત કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે 21 તોપી સલામીની પ્રતિકાત્મક ગતિવિધિમાં ATAGSને સામેલ કરવી યાત્રાનું એક મહત્વપૂર્ણ પગલું છે અને સેનામાં તેને સામેલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More