Home> India
Advertisement
Prev
Next

દેશની સૌથી મોટી આ કંપનીમાં IT ત્રાટક્યું, ગુજરાતમાં પેકેજીંગ યુનિટ સહિત 4 જગ્યા સહિત 11 રાજ્યોમાં તવાઈ

Uflex ગ્રૂપના દેશભરમાં 64 સ્થળોએ સવારે 5 વાગ્યે એક સાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, ગુજરાત, એમપી, તમિલનાડુ સહિત અન્ય સ્થળો છે. નોઈડામાં 20 જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

દેશની સૌથી મોટી આ કંપનીમાં IT ત્રાટક્યું, ગુજરાતમાં પેકેજીંગ યુનિટ સહિત 4 જગ્યા સહિત 11 રાજ્યોમાં તવાઈ

ઝી બ્યુરો/અમદાવાદ: આવકવેરા વિભાગે દેશની જાણીતી ફૂડ પેકેજિંગ કંપની યુફ્લેક્સના પરિસરમાં દરોડા પાડ્યા છે. દેશભરમાં કંપનીના 64 સ્થળો અને નોઈડા-ગ્રેટર નોઈડામાં 20 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સર્ચ ઓપરેશન ગુજરાત સિવાય અન્ય 10 રાજ્યોમાં પણ ચલાવવામાં આવ્યું છે, જ્યાં આવકવેરા ખાતાનું ઓપરેશન ચાલી રહ્યું છે. Uflex ગ્રૂપના દેશભરમાં 64 સ્થળોએ સવારે 5 વાગ્યે એક સાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, ગુજરાત, એમપી, તમિલનાડુ સહિત અન્ય સ્થળો છે. નોઈડામાં 20 જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

ઓલિમ્પિક યજમાનીનાં કેન્દ્ર સરકારનાં સપનાં પણ AMCનાં સ્પોર્ટસ ફેસેલિટી સેન્ટરો ખંડેર

જાણવા મળી રહ્યું છે કે, કંપની પાસેથી કરચોરી અને બિનહિસાબી વ્યવહારોની માહિતી મળી છે. જે બાદ પ્રથમ સર્વે કરવામાં આવ્યો હતો. કંપનીના ખાતાઓ પર આવકવેરા વિભાગે લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. જે બાદ હવે શોધખોળ ચાલી રહી છે. જે રાજ્યોમાં તપાસ કરવામાં આવી છે તેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ હિમાચલ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને હરિયાણા સહિતના 11 રાજ્યોનો સમાવેશ થાય છે આ રાજ્યોમાં કુલ 64 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.

તમે કોઇ મિલ્કતનો ભાડા કરાર કર્યા હોય તો તપાસી લેજો, તમારી જમીન તો વેચાઇ નથી ને!!!

સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં યુફ્લેક્સ ગ્રુપના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. નોઈડાના સેક્ટર-4માં આવેલી યુફ્લેક્સની ઓફિસ પર સવારે લગભગ 5 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન અહીં પાંચ ટીમો શોધખોળ કરી રહી છે. એકાઉન્ટ વિભાગના લોકોને બહાર જવાની મંજૂરી નથી. તેમના મોબાઈલ અને લેપટોપમાંથી માહિતી અને ખાતાના વ્યવહારોની વિગતો કાઢવામાં આવી રહી છે. કંપની પર હવાલા અને ક્રિપ્ટો દ્વારા ચીનને પૈસા મોકલવાનો આરોપ છે. આ સાથે કંપની પર ટ્રાન્ઝેક્શનમાં ગોટાળા હોવાનો આરોપ છે. આવકવેરા અધિકારીઓની કાર્યવાહી શરૂ થતાં જ યુફ્લેક્સના કર્મચારીઓનો કંપનીમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

USમાં સુરતીનો દબદબો: રિપબ્લિકન પાર્ટીના આર્સેટિયા સિટીનો જાહેર થઈ શકે છે ઉમેદવાર

મહત્વનું છે કે, કંપની અને કંપનીના ડાયરેક્ટરો સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુફ્લેક્સ લિમિટેડ કંપની દેશભરમાં મોટા પાયે કન્ટેનર અને પેકેજિંગ ક્ષેત્રે વિશાળ બિઝનેસ ધરાવે છે. આવકવેરા અધિકારીઓ કંપનીની રાજધાની દિલ્હી, નોઈડા, મુંબઈ, જમ્મુ, ચેન્નાઈ, દેહરાદૂન, કોલકાતા, હિમાચલ, હરિયાણાના ફરીદાબાદ વગેરે સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More