Home> India
Advertisement
Prev
Next

સવારે પતિએ મેટ્રો સામે કૂદીને આપઘાત કર્યો, સાંજે પત્નીએ પુત્રી સાથે ગળે ફાંસો ખાઈ લીધો

Noida: ભરત જે તેની પત્ની શિવરંજની અને બાળકી જ્યશ્રીતા સાથે સેક્ટર 128ના જેપી પેવેલિયનમાં રહેતો હતો. 13 ડિસેમ્બરના રોજ ભરતે દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનમાં મેટ્રોની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. 

સવારે પતિએ મેટ્રો સામે કૂદીને આપઘાત કર્યો, સાંજે પત્નીએ પુત્રી સાથે ગળે ફાંસો ખાઈ લીધો

નોઈડા: નોઈડા (Noida) માં એક જ પરિવારના 3 સભ્યોની આત્મહત્યા (Suicide) નો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શુક્રવારે સવારે પહેલા પતિએ મેટ્રો (Metro) સામે કૂદીને આત્મહત્યા કરી લીધી જ્યારે મોડી સાંજે મૃતકની પત્ની અને પુત્રીએ આત્મહત્યા કરી નાખી. 

કાનપુર: PM મોદીનું મિશન સ્વચ્છ ગંગા, સ્ટીમરથી કર્યું ગંગાનું નિરીક્ષણ

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ સુધી આત્મહત્યાના કારણ અંગે જાણવા મળ્યું નથી. પોલીસના જણાવ્યાં મુજબ આ પરિવાર 2019માં કાઠમંડૂથી ભારત આવ્યો હતો. 

મારું નામ રાહુલ ગાંધી...ગિરિરાજ સિંહે પલટવાર કરતા કહ્યું 'ઉધારની સરનેમથી કોઈ ગાંધી ન થઈ જાય'

પોલીસે કહ્યું કે ભરત જે તેની પત્ની શિવરંજની અને બાળકી જ્યશ્રીતા સાથે સેક્ટર 128ના જેપી પેવેલિયનમાં રહેતો હતો. 13 ડિસેમ્બરના રોજ ભરતે દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનમાં મેટ્રોની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ઘટનાની સૂચના બાદ પત્ની મૃતકના ભાઈ સાથે હોસ્પિટલ ગઈ હતી. ત્યાંથી પાછા ફર્યા બાદ સાંજે લગભગ 7.30 વાગે પત્નીએ પોતાની બાળકી સાથે છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. એકાએક આ પ્રકારનું અંતિમ પગલું લેવા પાછળનું કારણ શું હોઈ શકે તે હજુ જાણી શકાયું નથી. કોઈ કૌટુંબિક વિવાદ કે પછી નાણાકીય તંગી...પોલીસ હાલ તો તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More