Home> India
Advertisement
Prev
Next

મોદીના 'મિશન કાશ્મીર'થી પાકિસ્તાનમાં ખળભળાટ, લોકો સતાવી રહ્યો છે PoK છિનવી જવાનો ડર

એક સમય હતો જ્યારે પાકિસ્તાન કાશ્મીર પર પોતાનો દાવો ઠોકી રહ્યું હતું. હવે સ્થિતિ એવી છે કે PoK પણ પોતાના હાથમાંથી નિકળતું જોવા મળી રહ્યું છે. PoK માં ભારતનો તિરંગા પ્લાન' કામ કરી રહ્યો છે અને ઇમરાન ખાનને આ તિરંગા પ્લાનનો ડર સતાવી રહ્યો છે.

મોદીના 'મિશન કાશ્મીર'થી પાકિસ્તાનમાં ખળભળાટ, લોકો સતાવી રહ્યો છે PoK છિનવી જવાનો ડર

નવી દિલ્હી: એક સમય હતો જ્યારે પાકિસ્તાન કાશ્મીર પર પોતાનો દાવો ઠોકી રહ્યું હતું. હવે સ્થિતિ એવી છે કે PoK પણ પોતાના હાથમાંથી નિકળતું જોવા મળી રહ્યું છે. PoK માં ભારતનો તિરંગા પ્લાન' કામ કરી રહ્યો છે અને ઇમરાન ખાનને આ તિરંગા પ્લાનનો ડર સતાવી રહ્યો છે. તેમના નિવેદનથી લાગી રહ્યું છે કે ઇમરાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ સરેન્ડર કરી ચૂક્યા છે. 

ઇન્ટરવ્યુંમાં ઇમરાને વ્યક્ત કર્યો ડર, PoK ને ફરીથી છિનવી લેશે ભારત
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીર પર સરેન્ડર કરવાની વાત એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં સ્વિકારી લીધી છે. તેમણે તેનો અફસોસ ઓછો છે કે કાશ્મીર ભારતનો ભાગ છે. તેમને ડર એ વાતનો છે કે ક્યાંક PoK પણ પાકિસ્તાનના કબજામાંથી આઝાદ ન થઇ જાય. 

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા કોરોનાના 8થી વધારે સ્ટ્રેન, દર 15 દિવસે બદલાઇ રહ્યો છે કોરોના

ઇમરાનને ભારતમાં કોંગ્રેસ સરકાર બનવાની આશા હતી
જોકે ઇમરાન આ વાતથી નિશ્વિત હતા કે ભારતમાં કોંગ્રેસની સરકાર છે. પરંતુ મોદી સરકારના બીજા કાર્યકાળે તેમના હોશ ઉડાવી દીધા છે.ખોટું બોલીને પાકિસ્તાનમાં જેમ તેમ સરકારી ચલાવી રહેલા ઇમરાન ખાન આજે પણ બાલાકોટ એર સ્ટ્રાઇકને ભૂલી શક્યા નથી. તે ઇચ્છતા હોવા છતાં એ વાતને ભૂલી શકતા નથી કે એર સ્ટ્રાઇકએ પાકિસ્તાનની સેનાની દુર્ગતિ કરી હતી. 

બાલાકોટ હુમલા બાદ ડરી ગયા ઇમરાન
બાલાકોટ હુમલા બાદ ઇમરાન ખાન શરૂમાં કહી રહ્યા હતા કે કોઇપણ એર સ્ટ્રાઇક થઇ નથી. પછી સ્વિકારી લીધું કે સ્ટ્રાઇક થઇ હતી પરંતુ નુકસાન થયું નથી. ઇમરાન ખાન આજ સુધી આ હુમલાની સચ્ચાઇ બતાવવની હિંમત એકઠી કરી શકયા નથી. તેમને ડર છે કે આ સચ્ચાઇ બતાવતાં જ તખ્તાપલટનો શિકાર થઇ જશે. 

કાશ્મીરના બદલે Pok બચાવવાનું વિચારે ઇમરાન: મૌલાના ફજલુર રહમાન
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાન જમીયત-ઉલ-ઇસ્લામી પાર્ટીના લીડર મૌલાના ફજલુર રહમાનથી ઇમરાન ખાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે પાકિસ્તાનના દિવસો પુરા થઇ ચૂક્યા છે. ઇમરાને આઇનો બતાવતાં તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે હિંદુસ્તાન સામે લડીને કાશ્મીર પચાવે પાડવાનું સપનું છોડી દો. કોઇપણ પ્રકારે મુજફ્ફરાબાદ બચાવવાનું વિચારો. 

PoK વાપ્સી સાથે આતંકવાદીના ખાતમાનો પણ પ્લાન
સૂત્રોના અનુસાર પીએમ મોદીનો પ્લાન ફક્ત PoK ને પાકિસ્તાનથી મુક્ત કરાવવાનો નથી પરંતુ આતંકવાદીઓનો સફાયો કરવાનો પણ છે. દાઉદ ઇબ્રાહીમ પર ઝી ન્યૂઝના ખુલાસા બાદ પાકિસ્તાન તે સ્વિકારવા માટે મજબૂર બની ગયું છે કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છે. પરંતુ આમતેમ વાતો કરીને ભટકાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 

 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More