Home> India
Advertisement
Prev
Next

IMDની આગાહી: મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ગરમીનું તાંડવ, વરસાદની પણ ચોંકાવનારી આગાહી

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન સોમવારે વ્યક્ત કર્યું છે. IMD એ એમ પણ કહ્યું કે  જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે.

IMDની આગાહી: મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ગરમીનું તાંડવ, વરસાદની પણ ચોંકાવનારી આગાહી

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન સોમવારે વ્યક્ત કર્યું છે. IMD એ એમ પણ કહ્યું કે  જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે. આઈએમડી ચીફ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસા હેઠળ સમગ્ર દેશમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. 

તેમણે  કહ્યું કે આ ચાર મહિના દરમિયાન વરસાદ લોંગ ટર્મ એવરેજ (LPA) નો 106 ટકા થવાની શક્યતા છે. જો કે તેમણે જણાવ્યું કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં નોર્મલ વરસાદ પડે તેવા એંધાણ છે. 

30 મે બાદ રાહત મળશે પરંતુ...
મહાપાત્રએ વધુમાં કહ્યું કે ભીષણ ગરમીથી તપી રહેલા દિલ્હી સહિત ઉત્તર પશ્ચમ ભારતના લોકોને 30મી મે બાદ ભીષણ લૂથી રાહત મળી શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ભીષણ લૂ ચાલે છે અને તે આગામી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે. પરંતુ 30મી મેથી તેની તીવ્રતા ધીરે ધીરે ઘટશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. 

તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાં ભેજ આવવાના કારણે દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાના અને આ ઉપરાંત પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડવાની શક્યતા છે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે. 

જૂનમાં પારો વધશે
જો કે મહાપાત્રએ એમ પણ કહ્યું કે આ રાહત હંગામી હશે અને જૂનના મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આશંકા છે અને ઉકળાટ પણ વધશે. તેમના જણાવ્યાં મુજબ દક્ષિણી પ્રાયદ્વિપોના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહે છે જ્યારે ઉત્તર પશ્ચિમના સુદૂર ઉત્તર ભાગ અને પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઓછું રહી શકે છે. તેમણે એમ પણ  કહ્યું કે જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે. 

લૂ મચાવશે કહેર
મહાપાત્રએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં જૂન મહિનામાં સામાન્ય રીતે ત્રણ દિવસ લૂ ચાલે છે પરંતુ આ વખતે આ વિસ્તારોમાં બે ચાર દિવસ વધુ એવી સ્થિતિ બની શકે છે એટલે કે આ વિસ્તારોમાં ચારથી છ દિવસ ભયંકર લૂ જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે મે મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં નવથી 12 દિવસ સુધી લૂ જોવા મળી અને તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. 

વરસાદના કેટલા આસાર?
મહાપાત્રએ વધુમાં કહ્યું કે ઓડ઼િશા અને તેની નજીકના પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર, દક્ષિણ છત્તીસગઢ, અને પૂર્વોત્તર રાજ્યોના અનેક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ  થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે વરસાદ પર આધારિત કૃષિક્ષેત્રમાં પણ વરસાદ સામાન્યથી વધુ થવાની શક્યતા છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ભાગો સામેલ છે. 

મહાપાત્રએ કહ્યું કે  જો વરસાદ એલપીએનો 90 ટકાથી ઓછો થાય તો તેને ઓછો વરસાદ ગણવામાં આવે છે. તેમના મુજબ 90થી 95 ટકા વચ્ચે વરસાદને સામાન્યથી નીચે, 96થી 104 ટકા વચ્ચે સામાન્ય અને 105થી 110 ટકા વચ્ચે સામાન્યથી વધુ વરસાદ માનવામાં આવે છે. 

ચોમાસા વિશે શું કહ્યું હવામાન વિભાગે?
IMD ચીફે કહ્યું કે દીર્ઘાવધિ સરેરાશ હેઠળ એક જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર  દેશમાં સરેરાશ 87 સેન્ટીમીટર વરસાદ થાય છે. તેમણે કહ્યું કે મધ્ય ભારત, અને દક્ષિણ પ્રાયદ્વિપમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. તેમના જણાવ્યાં મુજબ આ ક્ષેત્રોમાં એલપીએનો 94થી 106 ટકા વરસાદ થઈ શકે છે. મહાપાત્રએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસુન બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ મધ્યના મહત્તમ ભાગો સુધી આગળ વધી ગયું છે. તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસાના દક્ષિણ અરબ સાગરના કેટલાક અન્ય ભાગોમાં તથા કેરળ અને તમિલનાડુ-પુડુચેરીના કેટલાક ભાગો અને બંગાળની ખાડી તથા પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગો તરફ આગળ વધવાની અનુકૂળ સ્થિતિઓ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More