Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાનમાં જો ગુજરાત જેવો વિકાસ જોઈતો હોય તો ભાજપને આપો વધુ સમય: વસુંધરા રાજે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવયાત્રા ગુરુવારે સુમેરપુર વિસ્તારમાં પહોંચી. અહીં એક જનસભાને સંબોધતા તેમણે ગુજરાતના વિકાસ મોડલના નામે ભાજપ માટે મત માંગ્યાં. તેમણે કહ્યું કે રાજસ્થાનના વિકાસ માટે ભાજપની સરકારે છેલ્લા 5 વર્ષમાં જે કામ કર્યુ છે તે કોંગ્રેસ છેલ્લા 50 વર્ષમાં પણ કરી શકી નથી

રાજસ્થાનમાં જો ગુજરાત જેવો વિકાસ જોઈતો હોય તો ભાજપને આપો વધુ સમય: વસુંધરા રાજે

વી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવયાત્રા ગુરુવારે સુમેરપુર વિસ્તારમાં પહોંચી. અહીં એક જનસભાને સંબોધતા તેમણે ગુજરાતના વિકાસ મોડલના નામે ભાજપ માટે મત માંગ્યાં. તેમણે કહ્યું કે રાજસ્થાનના વિકાસ માટે ભાજપની સરકારે છેલ્લા 5 વર્ષમાં જે કામ કર્યુ છે તે કોંગ્રેસ છેલ્લા 50 વર્ષમાં પણ કરી શકી નથી. જો તમારે ગુજરાત જેવું વિકાસ મોડલ રાજસ્થાનમાં જોવા માંગતા હોવ તો તમારે ભાજપના નેતૃત્વવાળી ભાજપ સરકારને વધુ તકો આપવી પડશે. 

22 વર્ષનું કામ 5 વર્ષમાં શક્ય નથી
સુમેરપુરમાં જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું કે ગુજરાતમાં વિકાસ મોડલ પાછળ ભાજપ સરકારની 22 વર્ષની મહેનત છે. 22 વર્ષની આકરી મહેનત બાદ તૈયાર થયેલા ગુજરાતની તર્જ પર રાજસ્થાનનો વિકાસ માત્ર 5 વર્ષમાં શક્ય નથી. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ વિકાસનું મહત્વ સમજીને ભાજપ સરકારને સતત ચોથીવાર જીત અપાવી છે. રાજસ્થાનના સર્વાંગી વિકાસ માટે અહીંની જનતાએ પણ દરેક ચૂંટણીમાં સરકાર બદલવાની પરંપરાને બદલવી પડશે અને વર્ષના અંતમાં થનારી ચૂંટણીમાં ભાજપને સતત સેવા કરવાની તક આપવી પડશે. 

રાજે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના વિકાસનો પણ કર્યો ઉલ્લેખ
મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યું કે દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં તમને વિકાસનું મોડલ જોવા મળશે. ગુજરાતની જેમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ રાજ્યોએ પણ ગત વર્ષોમાં વિકાસને લઈને પોતાની છબીને અપ્રત્યાશિત રીતે બદલી છે. આ રાજ્યોમાં પણ જનતાએ ભાજપની સરકારને વિકાસની ગતિ જાળવી રાખવા માટે સતત તકો આપી છે. મુખ્યમંત્રી રાજેએ કહ્યું કે હવે રાજસ્થાનનો વિકાસ પણ તમારા બધા પર નિર્ભર કરે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સતત બીજીવાર તક મળશે તો આપણો પ્રદેશ પણ દેશના સૌથી વધુ વિક્સિત પ્રદેશોમાંથી એક હશે. 

વસુંધરા રાજેએ ગણાવી 5 વર્ષની ઉપલબ્ધિ
મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પોતાના સંબોધનમાં 5 વર્ષની ઉપલબ્ધિઓની માહિતી પણ આપી. તેમણે કહ્યું કે ભાજપે ગરીબી હટાવવાનો નારો તો નથી આપ્યો, પરંતુ ગરીબી હટાવવાનો મનથી પ્રયત્ન કર્યો છે. અમે પ્રદેશમાં ગરીબોને સશક્ત કર્યા છે. વિભિન્ન યોજનાઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવી છે. રાજશ્રી યોજનાના માધ્યમથી બાલિકાના જન્મથી લઈને 12મા ધોરણ પાસ કરે ત્યાં સુધી 50000  રૂપિયા આપવાની વ્યવસ્થા કરી છે. બાળકીઓના શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરીને સાઈકલ, સ્કૂટી, લેપટોપ તથા વાઉચર યોજનાના માધ્યમથી તેમની પ્રગતિના રસ્તા ખોલ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More