Home> India
Advertisement
Prev
Next

વાયુસેનાના ઇતિહાસમાં પહેલીવાર પિતા-પુત્રીની જોડીએ ઉડાવ્યું ફાઇટર જેટ, જાણો કહાણી

 ભારતીય વાયુસેનામાં કંઇક એવું થયું છે જે પહેલાં ક્યારેય થયું નથી. એક એવી તસવીર સામે આવી છે જેની ચર્ચા દેશમાં થઇ રહી છે. ફોટાને જોઇ અને તેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. એક પિતા અને પુત્રીની જોડી પોતાની ખાસ ઉપલબ્ધિના લીધે ચર્ચામાં છે.

વાયુસેનાના ઇતિહાસમાં પહેલીવાર પિતા-પુત્રીની જોડીએ ઉડાવ્યું ફાઇટર જેટ, જાણો કહાણી

Indian Air Force Father-daughter duo: ભારતીય વાયુસેનામાં કંઇક એવું થયું છે જે પહેલાં ક્યારેય થયું નથી. એક એવી તસવીર સામે આવી છે જેની ચર્ચા દેશમાં થઇ રહી છે. ફોટાને જોઇ અને તેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. એક પિતા અને પુત્રીની જોડી પોતાની ખાસ ઉપલબ્ધિના લીધે ચર્ચામાં છે. ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્માએ પોતાના પિતા ફાઇટર પાયલોટ સાથે ઉડાન ભરનાર પ્રથમ મહિલા ભારતીય પાયલોટ બની ગઇ છે. ભારતીય વાયુસેનાના હોક 132 એરક્રાફ્ટ ઉડાન ભરનાર પ્રથમ પિતા-પુત્રીની જોડી છે. પોતાના પિતાના પદચિન્હો પર ચાલનાર અનન્યા શર્માએ એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે જેના પર તેમના પિતાને પણ ગર્વ છે. 

એર કમાંડર સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યા શર્માએ 30 મેના રોજ આ ઉડાન ભરી. ભારતીય વાયુસેનામાં આ પહેલી તક છે અને પિતા-પુત્રીની જોડીએ ઇતિહાસ રચ્યો છે. ભારતીય વાયુસેનાના અનુસાર કર્ણાટકના બીદરમાં એક હોક- 132 એરક્રાફ્ટ સાથે ઉડાન ભરી. સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રીની તસવીરો વાયરલ થઇ રહી છે. 

અનન્યા શર્માએ બાળપણથી પોતાના પિતાને ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ તરીકે જોયા. તેમની બીજા પાયલોટ જેવી બોન્ડીંગને જોઇ. ભારતીય વાયુસેનાના આ માહોલમાં ઉછરેલી અનન્યાએ કોઇ બીજી નોકરીની કલ્પના પણ કરી ન હતી. આગળ જતાં તેમણે જે વિચાર્યું તે થયું. આ બધા વચ્ચે કંઇક એવું થયું જે પહેલાં ક્યારેય થયું નહી. 

2016 માં IAF પહેલી મહિલા ફાઇટર પાયલોટની સેવામાં આવ્યા બાદ અનન્યાએ પણ જોયું કે સપના હવે પુરા કરવાની એક સંભાવના છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બીટેક પુરૂ કર્યા બાદ અનન્યાને ભારતીય વાયુસેનાની ઉડાન શાખાની ટ્રેનિંગ માટે સિલેક્ટ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2021 માં એક ફાઇટર પાયલોટના રૂપમાં કમીશન આપવામાં આવ્યું. અનન્યાના પિતા એર કમાન્ડર સંજય શર્માને 1989 માં IAF ના ફાઇટર સ્ટ્રીમમાં કમીશન કરવામાં આવ્યા હતા. તેમને લડાકૂ અભિયાનોનો વ્યાપક અનુભવ છે. 

વર્ષ 2016 માં ભારતીય વાયુસેનામાં પહેલીવાર 3 મહિલા ફાઇટર પાયલોટ સામેલ થઇ. વર્ષ 2015 ઓક્ટોબર મહિનામાં ભારત સરકારે ભારતીય વાયુસેનામાં મહિલા લડાકૂ પાયલોટોને સામેલ કરવાની મંજૂરી આપી હતી. 1991 થી જ વાયુસેનામાં મહિલા હેલિકોપ્ટર અને ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ ઉડાવતી આવી છે પરંતુ તેને લડાકૂ વિમાનોથી દૂર રાખવામાં આવી હતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More