Home> India
Advertisement
Prev
Next

પાર્થ ચેટર્જીની ધરપકડ પર બોલ્યા મમતા બેનર્જી, કહ્યું- ભ્રષ્ટાચારનું સમર્થન નથી કરતી

બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ પર પ્રથમવાર બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે ક્યારેય અંગત ફાયદા માટે રાજનીતિ કરી નથી. મમતાએ કહ્યું કે, તે ભ્રષ્ટાચારનું સમર્થન કરતા નથી. 
 

પાર્થ ચેટર્જીની ધરપકડ પર બોલ્યા મમતા બેનર્જી, કહ્યું- ભ્રષ્ટાચારનું સમર્થન નથી કરતી

કોલકત્તાઃ બંગાળના કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ પ્રથમવાર મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર કે કોઈ ખોટા કામનું સમર્થન કરતા નથી. તેમણે કહ્યું કે, એક નક્કી સમય મર્યાદાની અંદર સત્યના આધાર પર નિર્ણય આપવો જોઈએ. તેમણે કહ્યું કે જો દોષી સાબિત થાય તો તેમને ફર્ક પડતો નથી જો આજીવન કારાવાસની સજા પણ મળે. 

એસએસસી કૌભાંડમાં પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ મમતા બેનર્જીએ કહ્યું, 'હું ભ્રષ્ટાચાર કે કોઈ ખોટા કામનું સમર્થન કરતી નથી. જો કોઈ દોષી સાબિત થાય તો તેને દંડ આપવો જોઈએ, પરંતુ મારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા દુર્ભાવનાપૂર્ણ અભિયાનની હું નિંદા કરુ છું. તેમણે કહ્યું કે સત્ય સામે આવવું જોઈએ પરંતુ એક સમય મર્યાદાની અંદર.'

મમતાનું ભાજપ પર નિશાન
ભાજપ પર નિશાન સાધતા મમતાએ કહ્યું- જો ભાજપને લાગે છે કે તે એજન્સીઓનો ઉપયોગ કરી મારી પાર્ટીને તોડી શકે તો તે ખોટું છે. મમતાએ કહ્યું- જો કોઈ ખોટી ગતિવિધિઓમાં સામેલ રહ્યું છે તો અમારામાંથી કોઈ હસ્તક્ષેપ નહીં કરે ભલે તે ગમે તેવો કઠોર નિર્ણય કેમ ન લે. અમે તેનું સમર્થન કરીશું નહીં. 

આ પણ વાંચોઃ 5 ઐતિહાસિક નિર્ણય જેના માટે હંમેશા રામનાથ કોવિંદને કરવામાં આવશે યાદ

અર્પિતા મુખર્જી પર મમતાની સફાઈ
ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું, 'હું ધમકીઓ સામે ઝુકવાની નથી. જો કોઈએ ખોટું કામ કર્યું છે અને કાયદાના નિર્ણયથી દોષી સાહિત થાય છે તો તે તેના માટે ખુદ જવાબદાર હશે.' તો અર્પિતા મુખર્જીને લઈને મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું- ન તો સરકાર અને ન પાર્ટીનો તે મહિલા સાથે કોઈ સંબંધ છે. મેં એક દુર્ગા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તે મહિલા ત્યાં હાજર હતી. મેં સાંભળ્યું છે કે તે પાર્થની ફ્રેન્ડ છે. શું હું ભગવાન છું તો મને ખ્યાલ હોય કે કોણ કોનું મિત્ર છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More