Home> India
Advertisement
Prev
Next

Howdy Modi: જાણો કયા શબ્દો સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત

વડાપ્રધાન મોદીએ રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં લોકોને સંબોધિત કર્યા

Howdy Modi: જાણો કયા શબ્દો સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત

હ્યુસ્ટન : વડાપ્રધાન મોદીએ અહીં રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત ગુડ મોર્નિંગ હ્યુસ્ટન, ગુડ મોર્નિંગ ટેક્સાસ, ગુડ મોર્નિંગ અમેરિકા સાથેક રી હતી. સ્ટેડિયમમાં હાજર લગભગ 50 હજાર લોકોએ તેમનું ખુબ જ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ જે દ્રષ્ટો અને જે વાતાવરણ છે તે અકલ્પનીય છે.

Howdy Modi: હ્યુસ્ટનથી PM મોદીએ આપ્યો નારો, અબ કી બાર ટ્રમ્પ સરકાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરી, પછી અમેરિકાની અલગ અલગ પાર્ટીના સાંસદો અહીં આવવું અમાર માટે ગૌરવની વાત છે. સાંસદો ઉપરાંત અનેક અમેરિકી નાગરિકો, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હાજર છે. હું તેમનું સ્વાગત કરુ છું, મને ખબર છે કે ઘણા લોકો અહીં આપવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે જગ્યા ઓછી હોવાનાં કારણે તેઓ આવી શક્યા નહોતા. તે લોકોની હું ક્ષમા માંગુ છું. હું હ્યુસ્ટનનાં વહીવટી તંત્રનો પણ આભારી છું. જેમણે ખરાબ હવામાન હોવા છતા આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમનું નામ Howdy Modi છે, પરંતુ હું કહુ છું કે મોદી એકલા કંઇ જ નથી. હું સવા કરોડ ભારતીયોનો છુ. હું તેનો જવાબ આપીશ કે ભારતમાં બધુ જ સારુ છે.

Howdy Modi: અમેરિકામાં PM મોદીએ પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું, મહત્વના 5 ચાબખા

PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ
વડાપ્રધાન મોદીએ ભારતની અનેક ભાષાઓ જેવી કે કન્નડ, તેલુગુ, બંગાળી, ગુજરાતી ભાષાઓમાં કહ્યું કે, વિવિધતામાં એકતા ધરોહર છે, વિશેષતા છે. ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત- અમેરિકાની મિત્રતાને દર્શાવવા માટે લોડ એન્જલસ ટુ લુધિયાણા અને ન્યૂજર્સી ટુ ન્યૂ દિલ્હી શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂ જર્સી અને લોસ એન્જલસ અમેરિકાના મહત્વનાં શહેરો છે. જ્યારે લુધિયાણા અને નવી દિલ્હી ભારતનાં મહત્વનાં શહેરો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More