Home> India
Advertisement
Prev
Next

આગામી સપ્તાહથી કોરોના સામે 'અંતિમ યુદ્ધ' શરૂ!, જાણો કેવી રીતે પહોંચશે તમારા સુધી Vaccine

લેબમાંથી નીકળીને તમારા સુધી કેવી રીતે પહોંચશે કોરોનાની રસી? ખાસ જાણો Step-by-Step પ્રક્રિયા....

આગામી સપ્તાહથી કોરોના સામે 'અંતિમ યુદ્ધ' શરૂ!, જાણો કેવી રીતે પહોંચશે તમારા સુધી Vaccine

નવી દિલ્હી: ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ હાલમાં જ બે કોરોના રસી(Corona Vaccine)ને એક સાથે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ત્યારબાદથી લોકોના મનમાં એ પ્રશ્ન ઘૂમી રહ્યો હતો કે રસીકરણ(Vaccination)ની પ્રક્રિયા હવે ક્યારથી શરૂ  થશે. જો કરે મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ પ્રશ્નો પર પૂર્ણ વિરામ લગાવી દીધુ અને 13-14 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ શરૂ કરવાના સંકેત આપ્યા. 

વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ- 'સાથે મળીને કરીશું કામ'

પરંતુ આ જાહેરાત બાદ લોકોના મનમાં હવે બીજા સવાલો ઘૂમી રહ્યા છે. હવે લોકો એ જાણવા માંગે છે કે કોરોના રસી લોકો સુધી પહોંચશે કેવી રીતે? શું આ માટે કોઈ રજિસ્ટ્રેશન કે ડોક્યુમેન્ટની જરૂરિયાત નહીં પડે? આ પ્રકારના સવાલોના જવાબ તમે ખાસ જાણો...આવો જણાવીએ તમને Step-by-Step આખી પ્રોસેસ...

નિર્માતાથી જનતા સુધી કેવી રીતે પહોંચશે રસી?
સૌથી પહેલા રસીને નિર્માતા કંપની વિમાન દ્વારા પ્રાઈમરી વેક્સિન સ્ટોર માટે મોકલવાનું શરૂ કરશે. સમગ્ર દશમાં 4 પ્રાઈમરી વેક્સિન સ્ટોર કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં બનાવવામાં આવ્યા છે. અહીં રસીને જરૂરિયાત પ્રમાણે ભેગી કરીને સ્ટોર કરવામાં આવશે. આ તમામ કોલ્ડ ચેન પોઈન્ટ્સ છે જ્યાં રસીના તાપમાનને નિયંત્રિત રાખવા માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં અલર્ટ જાહેર

રસી નિર્માતા –> વિમાનથી –> પ્રાઈમરી વેક્સિન સ્ટોર

ત્યારબાદની જવાબદારી રાજ્ય સરકારો અને જિલ્લા પ્રશાસનની રહેશે. પ્રાઈમરી સ્ટોરથી રસીને રેફ્રિજરેડિટ વેન દ્વારા જિલ્લા સ્ટોરમાં પહોંચી જશે. ત્યારબાદ જિલ્લા સ્ટોરથી રસીને પ્રાઈમરી હેલ્થ સેન્ટર પહોંચાડવામાં આવશે. અત્રે જણાવવાનું કે સરકારે સમગ્ર દેશમાં 37 જિલ્લા રસી સ્ટોર બનાવ્યા છે. જ્યાં પ્રાઈમરી વેક્સિન સ્ટોર જેવી સુવિધા ઉપલબ્ધ છે. દરેક પ્રાઈમરી અને સ્ટેટ તથા જિલ્લા વેક્સિન સ્ટોરમાં લાઈવ વેક્સિન ટેમ્પરેચર ડિજિટલી ટ્રેક થાય છે. એટલે કે પ્રોગ્રામ સંચાલક કોઈ મુશ્કેલી આવે તો હેડ ઓફિસથી તેને લાઈવ જોઈ શકે છે. ત્યારબાદ રસી કેરિયરનું કામ શરૂ  થશે. તે પણ ટેમ્પરેચર કંટ્રોલ હશે. ત્યારબાદ રસી સબ સેન્ટર પર જશે. 

પ્રાઈમરી વેક્સિન સ્ટોર –> રાજ્ય/જિલ્લા વેક્સિન સ્ટોર –> પ્રાઈમરી વેક્સિન સેન્ટર–> વેક્સિન કેરિયર

તમામે કરાવવું પડશે રજિસ્ટ્રેશન?

Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ

સરકાર હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરના ડેટા ભેગા કરી રહી છે. આથી તેમણે રજિસ્ટર કરવાની જરૂર નહીં પડે. પરંતુ સામાન્ય જનતાએ રસીકરણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. ત્યારબાદ પ્રત્યેક જિલ્લાના DM નક્કી કરશે કે કયા દિવસે કેટલા લોકોને અને કેટલા સેન્ટર પર રસીકરણના ડોઝ અપાશે. કોરોનાના બે ડોઝ આપ્યા બાદ એક QR કોડવાળું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેનાથી એ નક્કી થશે કે તમને રસી મળી ગઈ છે. તેને ડિજિલોકરમાં કે ક્યાંક સુરક્ષિત રાખો. 

COVIN એપ દ્વારા કરો રજિસ્ટ્રેશન
કોવિન એપ આમ જનતાને આધાર સાથે જોડીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ એપને તમે  Play Store કે  Apple Store થી તમારા ફોનમાં ડાઉનલોડ કરાવી શકો છો. આ એપ 12 ભાષાઓમાં કામ કરે છે. સરકારે આ એપને ડિજિલોકર સાથે જોડી લીધી છે જેથી કરીને રસી લગાવ્યાનું સર્ટિફિકેટ તમે કોવિન એપમાં જ સુરક્ષિત કરી શકો. 

24 કલાક હેલ્પલાઈનની મદદ
સરકાર Chatbot સુવિધા જલદી લોન્ચ કરવા જઈ રહી છે. રસીકરણ પ્રક્રિયા દરમિયાન જો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો તમે 24 કલાકમાં કોઈ પણ સમયે Chatbot ની મદદ લઈ શકો છો. 

અનેક રાજયોમાં સફળ રહી ડ્રાય રન
ભારત સરકારે રસીકરણ પ્રક્રિયા શરૂ કરવા માટે પહેલા 28-29 ડિસેમ્બરના રોજ ચાર રાજ્યોમાં ડ્રાય રન યોજી હતી. આ ડ્રાય રન ચાર રાજ્યોની 25 જગ્યાઓ પર કરવામાં આવી હતી. ત્યારબદ 2 જાન્યુઆરીના રોજ 125 જિલ્લાઓની 286 સાઈટ પર ડ્રાય રન કરાઈ હતી. સરકારના જણાવ્યાં મુજબ ડ્રાઈ રન સફળ રહી. આ દરમિયાન થોડી ઘણી જે મુશ્કેલીઓ આવી હતી તેનો ઉકેલ લાવવાની કોશિશ થઈ રહી છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More