Home> India
Advertisement
Prev
Next

યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં ભાજપ OBC મતદારોને કેવી રીતે આકર્ષિત કરશે? ગુજરાતમાં 3 દિવસ ચાલશે મંથન

પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં થોડા મહિનાઓ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (OBC) મતદારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં ભાજપ OBC મતદારોને કેવી રીતે આકર્ષિત કરશે? ગુજરાતમાં 3 દિવસ ચાલશે મંથન

નવી દિલ્હી: દેશમાં કોરોનાના ખતરા વચ્ચે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની સીઝન આવનાર છે. જેમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં થોડા મહિનાઓ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (OBC) મતદારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP) આ મતદારોને પોતાની તરફેણમાં કરવા રણનીતિ બનાવવા જઈ રહી છે.

ભાજપના OBC મોરચા દ્વારા ગુજરાતના નર્મદા જિલ્લામાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણે જણાવ્યું કે કેવડિયામાં આગામી ત્રણ દિવસ સુધી 5 રાજ્યોની આગામી ચૂંટણીઓ ઉપરાંત 2022માં ગુજરાતમાં સંભવિત વિધાનસભાની ચૂંટણીઓ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે.

આખરે ભારતમાં જેનો ડર હતો એ જ થયું! દિલ્હી પહોંચ્યો ખતરનાક ઓમિક્રોન, હોસ્પિટલમાં દાખલ કરાયા 12 દર્દી

ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા લક્ષ્મણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 3, 4 અને 5 ડિસેમ્બરે કેવડિયામાં થશે. સામાન્ય ચૂંટણીઓને લઈને મોર્ચાની ભૂમિકા અને રણનીતિ પર ચર્ચા વિચારણા સિવાય એક રાજનૈતિક પ્રસ્તાવ પણ બેઠકમાં પાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જાતિઓને બીજેપી સાથે જોડવા માટે આવનારા દિવસોમાં ઓબીસી મોર્ચો એક રાષ્ટ્રવ્યાપી સંપર્ક અભિયાન ચલાવશે. તેલંગાણાના વરિષ્ઠ બીજેપી નેતાએ જણાવ્યું હતું કે મોદી સરકારની ગરીબ અને પછાત વર્ગ માટેની હિતૈષી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે.

ચંદ્રના ખડકોમાં ઓક્સિજનનો સૌથી મોટો ખજાનો મળ્યો! તેમ છતાં અહીં માનવીના થશે મોત, જાણો આ રહસ્ય વિશે

લક્ષ્મણે વધુમાં જણાવ્યું હતું કે, સપા, આરજેડી અને લેફ્ટ જેવી પાર્ટીઓ વિચારે છે કે પછાત વર્ગના ઠેકેદાર છે, પરંતુ આ કેન્દ્રની બીજેપી સરકાર છે જેમાં ઓબીસી માટે કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં 27 ટકા આરક્ષણ સુનિશ્ચિત કર્યું છે. લક્ષ્મણે ઉમેર્યુ હતું કે, "આઝાદી પછીના 75 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે." તેમણે એમ પણ કહ્યું કે પાર્ટી માને છે કે જેઓ ઓબીસી કેટેગરીમાં ક્રીમી લેયરમાં આવી ચૂક્યા છે, તેમને અનામતનો લાભ ન ​​આપીને માત્ર એમને આપવામાં આવે જેઓ હજુ પણ ગરીબ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More