Home> India
Advertisement
Prev
Next

કાશ્મીરમાં આતંકીઓ 'ઓફલાઈન એપ'નો કરે છે ઉપયોગ, પોસ્ટ કરે છે ફેક વીડિયો

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ સેવા બંધ હોવા છતાં પાકિસિતાનથી કાશ્મીરના ફેક વીડિયો પોસ્ટ થઈ રહ્યાં છે. કારણ કે અલગાવવાદીઓ ઉપરાંત સ્થાનિક આતંકીઓ સાથે તેમનું સંચાર નેટવર્ક વિભિન્ન ઓફલાઈન એપ અને ચેટ પ્લેટફોર્મ ટોરના માધ્યમથી ચાલુ છે.

કાશ્મીરમાં આતંકીઓ 'ઓફલાઈન એપ'નો કરે છે ઉપયોગ, પોસ્ટ કરે છે ફેક વીડિયો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ સેવા બંધ હોવા છતાં પાકિસિતાનથી કાશ્મીરના ફેક વીડિયો પોસ્ટ થઈ રહ્યાં છે. કારણ કે અલગાવવાદીઓ ઉપરાંત સ્થાનિક આતંકીઓ સાથે તેમનું સંચાર નેટવર્ક વિભિન્ન ઓફલાઈન એપ અને ચેટ પ્લેટફોર્મ ટોરના માધ્યમથી ચાલુ છે. જે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ તથા અધિકારીઓ માટે મુશ્કેલીઓ પેદા કરી રહ્યાં છે. ટોર દુનિયાભરના આતંકવાદીઓના નેટવર્ક અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓમાં લોકપ્રિય છે. 

ટોર લોકોના લોકેશનની જાણકારી લેવા અને તેમની બ્રાઉઝિંગ આદતોની જાસૂસી કરતા રોકે છે. તે વિન્ડોઝ, મેક, લિનક્સ અને એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ છે. ટોરનો ઉપયોગ પ્રદર્શનકારીઓને ભેગા કરવા માટે થાય છે. કારણ કે તેમાં સરકારના સાઈબર સેલ દ્વારા પકડાઈ જવાની બીક રહેતી નથી. તે વેબસાઈટ્સને વિઝિટ કરવા  બદલ થર્ડ પાર્ટી ટ્રેકર્સ અને એડને યૂઝર્સ સુધી પહોંચવા દેતા નથી. ભારત સરકારે કાશ્મીર ખીણમાં ટેલીફોન અને ઈન્ટરનેટ સેવા સંપૂર્ણ બંધ રાખી છે. પરંતુ આમ છતાં લોકો પાસે આ પ્રતિબંધમાં પણ કોમ્યુનિકેશનના અનેક તરીકા છે. 

ચિંતાજનક વાત એ છે કે ઓફ ગ્રિડ એપથી લોકો એક બીજા સાથે મોબાઈલ નેટવર્ક, વાઈફાઈ કે બ્લુટુથ વગર પણ 100-200 મીટરની રેન્જમાં સંપર્ક કરી શકે છે. આ આઈઓએસ અને એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ વોકીટોકી એપ જેવું જ છે. તે ફેસબુક કે વોટ્સએપની જેમ જ છે. પરંતુ તેમાં કેન્દ્રીય સર્વર નથી અને મેશ નેટવર્ક ચેટની જેમ કામ કરે છે. ડબલ્યુડબલ્યુડબલ્યુ ગીકોએન્ડફ્લાય ડોટ કોમના એક રિપોર્ટમાં કહેવાયું છે કે મેશ નેટવર્ક ત્યારે કામ કરે છે જ્યારે બે કે વધુ સ્માર્ટફોન્સ એક બીજાની રેન્જમાં હોય છે. તે અંતર કે કવરેજ સ્માર્ટફોનના સિગ્નલની મજબુતાઈ પર નિર્ભર કરે છે. તે એકથી બીજા મોડલમાં અલગ અલગ હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે બે સ્માર્ટફોન વચ્ચે 100 ફૂટનું અંતર હોય છે. 

જુઓ LIVE TV

ફાયરચેટ એક એવી નવી એપ છે જે યુઝર્સને ઈન્ટરનેટ કે મોબાઈલ સેવા વગર પરસ્પર કોમ્યુનિકેશન માટે સક્ષમ બનાવે છે. તે લોકોને એકબીજા સાથે જોડીને દુનિયાના કોઈ પણ ભાગમાં કોમ્યુનિકેશન માટે સક્ષમ બનાવે છે. આ એપ બ્લ્યુ ટુથના માધ્યમથી નજીકના આ એપ ધરાવતા સ્માર્ટફોન ધારક સાથે જોડે છે. તેનાથી લોકો સરળતાથી ફોન કરી શકે છે, મેસેજ કરી શકે અને ફાઈલ પણ શેર કરી શકે છે. સિગ્નલ ઓફલાઈન મેસેન્જર આવી જ એક વાઈફાઈ ડાઈરેક્ટ આધારિત એપ છે જેનાથી લોકો ઈન્ટરનેટ કે નેટવર્ક વગર 100 મીટરના અંતર સુધી સંપર્ક કરી શકે છે. 

વોઝર એપ એક ફોનથી સીધા બીજા ફોનમાં એનક્રિપ્ટેડ મેસેજ ડિલિવર કરે છે. આ એપની મદદથી લોકો  પહાડ કે જ્યાં મોબાઈલ ફોન કવરેજ ન હોય ત્યાં અન્ય લોકો સાથે કનેક્ટ થઈ શકે છે. સિફોન પણ આવી જ એક એપ છે જે લોકોને કન્ટેન્ટ ફિલ્ટરિંગ પદ્ધતિથી બચાવે છે. આ એપ ઓપન સોર્સ વેબ પ્રોક્સી છે. આવા એપ્સ અને અંગત ગેટવેઝનો દુનિયાભારમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. એનક્રિપ્ટેડ મેસેજિંગ એપ ટેલિગ્રામ ભારતમાં ખુબ લોકપ્રિય છે. આ એપનું નવું અપડેટ જલદી આવી રહ્યું છે. જે હોંગકોંગના પ્રદર્શનકારીઓને પોતાના નંબર છૂપાવવામાં સક્ષમ બનાવશે. જેનાથી કોઈ પણ જોખમ વગર તમે સંપર્ક કરવામાં સક્ષમ રહેશો. જેના કારણે કાશ્મીર ખીણમાં પણ સુરક્ષા અધિકારીઓને આતંકવાદીઓ અને ભાગલાવાદીઓના નેટવર્કને તોડવામાં મુશ્કેલીઓ આવી રહી છે. 

(અહેવાલ સાભાર-IANS)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More