Home> India
Advertisement
Prev
Next

COVID-19: ભારતમાં કોરોનાના કેટલા વેરિએન્ટ, શું ચીનમાં તબાહી મચાવનાર BF 7 છે ડરવાની જરૂર?

Omicron BF 7: વર્તમાનમાં જે બીએફ 7 વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને જે ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં હાજર છે. 
 

COVID-19: ભારતમાં કોરોનાના કેટલા વેરિએન્ટ, શું ચીનમાં તબાહી મચાવનાર BF 7 છે ડરવાની જરૂર?

નવી દિલ્હીઃ Corona Virus in India: આ સમયે વિશ્વમાં આ સમયે 5 કોરોના વેરિએન્ટ ચિંતાનું કારણ બનેલા છે. તેમાં સામેલ છે- આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા અને ઓમીક્રોન. આ સિવાય 2 વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટ મળ્યા છે- લામ્બડા (lambda) અને MU પણ ખતરનાક સાબિત થઈ શકે છે. 

તેમાં 7 વેરિએન્ટના હજારો જીનોમ આશરે 91 હજાર 315 અને તેના 409 લીનિએજ ભારતમાં જોવા મળ્યા છે. હાલ જે  BF 7 વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે ચીનમાં તબાહીનું કારણ બની રહ્યો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં પણ છે. ભારતમાં આ સમયે સૌથી વધુ કોવિડ કેસ ઓમિક્રોન્ટ વેરિએન્ટના છે. 

'ખતરો હવે એટલો મોટો નથી'
ભારતમાં કોરોના વેરિએન્ટનું જીનોમ સિક્વેન્સિંગ કરનારી ટીમ સીએસઆઈઆરના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો. રાજેશ પાંડે પ્રમાણે જો ભારતની મોટી વસ્તી વેક્સીનેડેટ ન હોત તો ઓમિક્રોનનો આ વેરિએન્ટ બીએફ 7 ખતરનાક સાબિત થાત, પરંતુ હવે ખતરો એટલો મોટો નથી. 

આ પણ વાંચો- ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો, બૂસ્ટર ડોઝ છે જરૂરી, જાણો 5 મહત્વના પોઈન્ટ

ભારતીય વેક્સીન ખુબ અસરકારક
ડો. પાંડેનું કહેવું છે કે ચીનમાં વેક્સીનેશનનું સ્ટાન્ડર્ડ ભારતના મુકાબલે ખુબ ઓછુ છે. ભારતીય વેક્સીન ખુબ અસરકારક છે અને તે BF 7 વિરુદ્ધ અસરકારક સાબિત થઈ રહી છે. 

જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના વડોદરામાં કોરોનાના BF.7 વેરિએન્ટનો કેસ સામે આવ્યો હતો. 61 વર્ષીય મહિલામાં BF.7 વેરિએન્ટ જોવા મળ્યો હતો. કોરોનાનો વેરિએન્ટ મળ્યા બાદ મહિલા ઘરમાં આઇસોલેટ હતી. ફાઇઝરની રસી લગાવ્યા છતાં મહિલા બીએફ 7થી સંક્રમિત થઈ હતી. આ મહિલા 11 નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. મહિલાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More