Home> India
Advertisement
Prev
Next

ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત, અગ્નિવીરોને CAPF- આસામ રાયફલ્સમાં મળશે 10 ટકા આરક્ષણ

Agnipath Scheme: ગૃહ મંત્રાલાયે અગ્નિપથ યોજનાને લઇને હિંસક પ્રદર્શન વચ્ચે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાયફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા આરક્ષણ આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત, અગ્નિવીરોને CAPF- આસામ રાયફલ્સમાં મળશે 10 ટકા આરક્ષણ

Agnipath Scheme: સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઇને દેશભરમાં હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુવાનો રસ્તાઓ પર ઉતરી અગ્નિવીર ભરતીનો વિરોધ કરી રહ્યા છે. તો હવે ગૃહ મંત્રાલયે આ મામલે મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ અને આસામ રાયફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરો તરીકે સેવા પૂર્ણ કરનાર માટે મહત્તમ વય મર્યાદામાં પણ છૂટની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અગ્નિવીરોને મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોની પહેલી બેંચ માટે મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.

'અગ્નિપથ' યોજના સામે પ્રદર્શનમાં ફસાયા સ્કૂલના બાળકો, ઇમોશનલ કરતો વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે ત્રણ સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સેનામાં અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આ યોજનાની જાહેરાત કર્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે પણ અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી હતી.

અમિત શાહે જાહેરાત કરી હતી કે આસામ રાયફલ્સ અને CAPF ની ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી અગ્નિપથ યોજનાના પ્રશિક્ષિત યુવાનો માટે આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપવાના સાધન તરીકે ગણાવ્યા હતા. ગૃહ મંત્રાલયે હવે અગ્નિવીરો માટે આરક્ષણની જાહેરાત પણ કરી છે.

હીરાબાના દુ:ખના દિવસો વ્યક્ત કરતા ભાવુક થયા પીએમ મોદી, બ્લોગમાં લખ્યું- માતા બીજાના ઘરે વાસણ પણ માંજતા

અગ્નિપથ યોજના સામે દેશભરમાં પ્રદર્શન
અગ્નિવીરોને લઇને ગૃહ મંત્રાલય તરફથી જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના હેઠલ ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી થવાની છે. તેમાંથી 25 ટકા અગ્નિવીરોની સેનામાં સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More