Home> India
Advertisement
Prev
Next

Chennai: ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, પગપાળા ચાલીને BJP કાર્યકર્તાઓને મળ્યા

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ શનિવારે તમિલનાડુના ચેન્નઇમાં રોડ શો કર્યો. અમિત શાહે રોડ પર પગપાળા ચાલીને ચાલીને ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. ગૃહમંત્રીનો આ પ્રવાસ પણ ખાસ છે. 

Chennai: ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો, પગપાળા ચાલીને BJP કાર્યકર્તાઓને મળ્યા

ચેન્નઇ: ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ શનિવારે તમિલનાડુના ચેન્નઇમાં રોડ શો કર્યો. અમિત શાહે રોડ પર પગપાળા ચાલીને ચાલીને ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. ગૃહમંત્રીનો આ પ્રવાસ પણ ખાસ છે, કારણ કે રાજ્યમાં આગામી વર્ષે 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. 

તમને જણાવી દઇએ કે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)આજે જ પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિના મોટા પુત્ર એમ અલાગિરિ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.  

આજે અમિત શાહ તમિલનાડુ (Tamil Nadu)ને 67 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ તમિલનાડુના સ્થાનિક નેતાઓને મળીને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર પણ ચર્ચા કરી શકે છે. 

જોકે રાજકારણમાં ઉતરવાની તૈયારીમાં લાગેલા ફિલ્મ અભિનેતા રજનીકાંત સાથે તેમની મુલાકાત થશે કે નહી. તેને લઇને હજુ તસવીર સ્પષ્ટ નથી. ગૃહમંત્રી અમિત શાહ ચેન્નઇ મેટ્રો રેલના બીજા તબક્કાની આધારશિલા મુકશે. તેનો અંદાજિત ખર્ચ  61,843 કરોડ રૂપિયા છે. 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી પણ સામેલ થશે. તિરૂવલ્લૂરમાં 380 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થેરવોય કાંડિગાઇ જળાશયનું પણ ગૃહમંત્રી ઉદઘાટન કરશે. અમિત શાહ 1620 કરોડના ખર્ચે તૈયાર થનાર કોયંબૂર એક્સપ્રેસ વે પ્રોજેક્ટની આધારશિલા મુકશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More