Home> India
Advertisement
Prev
Next

Holiday List 2024: આવી ગયું નવું કેલેન્ડર, 2024માં કયાં-કયાં દિવસે મળશે રજા? જાણો ક્યારે છે હોળી-દિવાળી-ઈદ

Holiday List 2024: હોલીડે લિસ્ટ 2024 અનુસાર નવા સર્કુલરમાં 2024 માટે 17 ગેઝેટેડ અને 31 રિસ્ટ્રિક્ટેડ રજાઓ જાહેર કરવામાં આવી છે. 

Holiday List 2024: આવી ગયું નવું કેલેન્ડર, 2024માં કયાં-કયાં દિવસે મળશે રજા? જાણો ક્યારે છે હોળી-દિવાળી-ઈદ

નવી દિલ્હીઃ વર્ષ 2023ને અલવિદા કહેવાનો અને 2024નું સ્વાગત કરવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકારે 2024 માટે ગેઝેટેડ એટલે કે રાજપત્ર અને પ્રતિબંધિત રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. નોંધનીય છે કે ગેઝેટ્સ હોલિડેને ફરજીયાત સરકારી રજાઓમાં ગણવામાં આવે છે. જ્યારે પ્રતિબંધિત રજાઓ ઓપ્શનલ હોય છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં વર્ષ 2024માં 17 ગેઝેટેડ અને 31 રિસ્ટ્રિક્ટેડ હોલિડે જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે પ્રતિબંધિત રજાઓ રાજ્ય અને સંસ્થાઓ પર નિર્ભર છે કારણ કે તે ઓપ્શનલ હોય છે. 

ફરજિયાત રજાઓની યાદી
1- પ્રજાસત્તાક દિવસ- 26 જાન્યુઆરી, શુક્રવાર
2- હોળી - 25 માર્ચ, હોળી
3- ગુડ ફ્રાઈડે - 29 માર્ચ, શુક્રવાર
4- ઈદ-ઉલ-ફિત્ર - 11 એપ્રિલ, ગુરુવાર
5- રામ નવમી - 17 એપ્રિલ, બુધવાર
6- મહાવીર જયંતિ - 21 એપ્રિલ, રવિવાર
7- બુદ્ધ પૂર્ણિમા - 23 મે, ગુરુવાર
8- ઈદ-ઉલ-ઝુલ્હા (બકરીદ) – 17 જૂન, સોમવાર
9- મોહરમ - 17 જુલાઈ, બુધવાર
10- સ્વતંત્રતા દિવસ - 15 ઓગસ્ટ, ગુરુવાર
11- જન્માષ્ટમી - 26 ઓગસ્ટ, સોમવાર
12- મિલાદ-ઉન-નબી - 16 સપ્ટેમ્બર, સોમવાર
13- ગાંધી જયંતિ - 2 ઓક્ટોબર, બુધવાર
14- દશેરા - 12 ઓક્ટોબર, શનિવાર
15- દિવાળી - 31 ઓક્ટોબર, ગુરુવાર
16- ગુરુ નાનક જયંતિ - 15 નવેમ્બર, શુક્રવાર
17-ક્રિસમસ - 25 ડિસેમ્બર, બુધવાર

વૈકલ્પિક રજાઓની યાદી
1- નવું વર્ષ - 1 જાન્યુઆરી, સોમવાર
2- લોહરી - 13 જાન્યુઆરી, શનિવાર
3- મકરસંક્રાંતિ - 14 જાન્યુઆરી, રવિવાર
4- માઘ બિહુ/પોંગલ- 15 જાન્યુઆરી, સોમવાર
5- ગુરુ ગોવિંદ સિંહ જયંતિ - 17 જાન્યુઆરી, બુધવાર
6- હઝરત અલીનો જન્મદિવસ - 25 જાન્યુઆરી, ગુરુવાર
7- બસંત પંચમી - 14 ફેબ્રુઆરી, બુધવાર
8- શિવજી જયંતિ- 19 ફેબ્રુઆરી, સોમવાર
9- ગુરુ રવિ દાસ જયંતિ- 24 ફેબ્રુઆરી, શનિવાર
10- સ્વામી દયાનંદ સરસ્વતી – 6 માર્ચ, બુધવાર
11- મહાશિવરાત્રી - 8 માર્ચ, શુક્રવાર
12- હોલિકા દહન- 24 માર્ચ, રવિવાર
13- દોલ યાત્રા - 25 માર્ચ, સોમવાર
14- ઇસ્ટર- 31 માર્ચ, રવિવાર
15- જમાત-ઉલ-વિદા- 5મી એપ્રિલ, શુક્રવાર
16- ગુડી પડવો/ઉગાદી/ચેટીચંદ/ચૈત્ર શુક્લદી- 9 એપ્રિલ, મંગળવાર
17- વૈશાખી, વિશુ- 13 એપ્રિલ, શનિવાર
18- તમિલ નવા વર્ષનો દિવસ, વૈશાખાદી (બંગાળ)/બહાગ બિહુ (આસામ) - 14 એપ્રિલ, રવિવાર
19- ગુરુ રવિન્દ્રનાથ ટાગોર જયંતિ - 8 મે, બુધવાર
20- રથયાત્રા- 7મી જુલાઈ, રવિવાર
21- પારસી નવા વર્ષનો દિવસ, નૌરાજ- 15 ઓગસ્ટ, ગુરુવાર
22- રક્ષાબંધન- 19 ઓગસ્ટ, સોમવાર
23- ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી- 7 સપ્ટેમ્બર, શનિવાર
24- ઓણમ- 15 સપ્ટેમ્બર, રવિવાર
25- દશેરા (સપ્તમી)- 10 ઓક્ટોબર, ગુરુવાર
26 દશેરા (મહા અષ્ટમી) – 11 ઓક્ટોબર, શુક્રવાર
27- મહર્ષિ વાલ્મીકિ જયંતિ – 17 ઓક્ટોબર, ગુરુવાર
28- કરવા ચોથ - 20 ઓક્ટોબર, રવિવાર
29- નરક ચતુર્દશી- 31 ઓક્ટોબર, ગુરુવાર
30- ગોવર્ધન પૂજા- 2 નવેમ્બર, શનિવાર
31 ભાઈ દૂજ - 3 નવેમ્બર, રવિવાર
32 છઠ પૂજા- 7 નવેમ્બર, ગુરુવાર
33- ગુરુ તેજ બહાદુરનો શહીદ દિવસ - 24 નવેમ્બર, રવિવાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More